‘ઉર્દુ’ શિખવા આવતી સગીરા પર મૌલાનાએ વારંવાર કર્યું દુષ્કર્મ : ફિટકાર

15 July 2020 11:26 AM
kutch Gujarat
  • ‘ઉર્દુ’ શિખવા આવતી સગીરા પર મૌલાનાએ વારંવાર કર્યું દુષ્કર્મ : ફિટકાર

કચ્છના નખત્રાણા તાબાના ઢોરા ગામે બનેલ બનાવમાં માતાએ હિંમત આપતા બાળાની રાવ

ભૂજ તા.15
કચ્છના નખત્રાણા તાલુકાના ઢોરો ગામની મદ્રેસાના મૌલાનાએ ઊર્દૂ-અરબી શીખવા આવતી 14 વર્ષની બાળા પર છ વર્ષથી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ભોગ બનનારની ઉંમર હાલ 19 વર્ષની છે અને લગ્ન થયા બાદ પતિએ વાત જાણીને તેણીને હિંમત આપતાં તે ફરિયાદ નોંધાવવા આગળ આવી છે. ભોગ બનનાર યુવતીએ નરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2015માં તે 14 વર્ષની હતી ત્યારે ગામની મદ્રેસામાં નજીકના વજીરાવાંઢનો સમસુદ્દીન હાજી સુલેમાન જત નામનો મૌલાના તેને ભણાવતો હતો.

સમસુદ્દીન મદ્રેસામાં જ રહેતો હતો.વર્ષ 2015માં મૌલાનાએ તેને પોતાના કપડાં ધોઈ આપવા જણાવ્યું હતું. તે બાથરૂમમાં કપડાં ધોવા ગઈ ત્યારે મૌલાનાએ ત્યાં આવીને તેની સાથે અડપલાં કરી પહેલીવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યાં બાદ તેણે યુવતીને ‘કોઈને કહેતી નહીં, નહિતર તારી બદનામી થશે અને હું તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. ભોગ બનનાર ત્યારે ખૂબ ડરી ગઈ હતી. ત્યારબાદ 2019 સુધી તેણે અલગ અલગ સમયે ચારેક વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કંટાળીને યુવતીએ મદ્રેસામાં જવાનું બંધ કર્યું હતું.

દરમિયાન, થોડાંક માસ અગાઉ યુવતીના લગ્ન થઈ ગયાં હતા. આજથી વીસેક દિવસ અગાઉ તેણે મૌલાનાના કરતૂત અંગે પતિને જણાવતાં પતિ એકદમ હચમચી ઉઠ્યો હતો. હિન કૃત્ય આચરનારા મૌલાના સામે તેણીના પતિએ ફરિયાદ નોંધાવવા હિંમત આપી હતી. પતિએ હિંમત બંધાવતા યુવતી આજે નરા પોલીસ મથકે પતિ જોડે ફરિયાદ નોંધાવવા આવી હતી. ગુના સમયે યુવતીની વય 14 વર્ષની હોઈ પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ-પોક્સોની કલમ 5(એલ), 6 તેમજ આઈપીસી 376 (2) (એન), 506 (2)ની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement