વગડિયામાં ડીગ્રી વગર તબીબી પ્રેકટીશ કરતો શખ્સ ઝડપાયો

15 July 2020 11:23 AM
Surendaranagar Gujarat
  • વગડિયામાં ડીગ્રી વગર તબીબી પ્રેકટીશ કરતો શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે પકડી પાડયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. 1પ
એસ.ઓ.જી. સુરેન્દ્રનગરે વગડિયા ગામના પાટીયા પાસે કલીનીક ખોલી વગર ડિગ્રીએ તબિબિ પ્રેકટીશ કરતા શખ્સને પકડી પાડયો હતો

સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ હીકકત આધારે વગડીયા ગામે દેવપરા ગામના બોર્ડ પાસે ગે.કા. રીતે કલીનીક ખોલી તબિબી પ્રેકટીસ કરતો શખ્સ ગોવિંદભાઇ રણછોડભાઇ પઢેરીયા (જાતે. રબારી) (ઉ.વ. 40) (ધંધો તબીબી પ્રેકટીસ) રહે.-મિત્રમંડળ સોસાયટીની બાજુમાં શાહ પાર્ક સુરેન્દ્રનગર મુળ રહે. સમઢીયાળા તા. ચુડા જી. સુરેન્દ્રનગર વાળો પોતે ડોકટર નહિ હોવા છતા કોઇપણ જાતનું તબીબી સારવાર કરવા અંગેનું સર્ટી ધરાવતા નહિ હોવા છતા સામાન્ય લોકોમાં ડોકટર તરીકે જાહેર કરી ઘણા વર્ષોથી પ્રેકટીશ કરતો હોય તેને ત્યા દરોડો પાડી એલોપેથી દવાઓ કિંમત રૂપીયા 1,04,177.7ર ના મુદામાલ સાથે પકડી મુળી પો.સ્ટે.માં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement