અનેક બીમારીઓની એક જ દવા: નવા મોલેકયુલને પેટન્ટ આપતી સરકાર

15 July 2020 11:16 AM
Vadodara Gujarat
  • અનેક બીમારીઓની એક જ દવા: નવા મોલેકયુલને પેટન્ટ આપતી સરકાર

વડોદરા ફાર્મસી વિભાગના સંશોધકોનો અભ્યાસ: મેદસ્વિતાથી માંડી ડિપ્રેશન દૂર થશે

વડોદરા તા.15
કેન્સર સહીતની સંભવિત આડઅસરના કારણે વજન ઓછું કરવાની દવાના ઉપયોગ સામે ડોકટરો અવારનવાર ચેતવણી આપે છે, પરંતુ એમ.એસ.યુનિવર્સિયીની ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોએ મેદસ્વીતા જ નહીં પણ ડિપ્રેસન અને કામેચ્છા પુરી કરવામાં શરીરનો સાથ ન મળવા જેવી સમસ્યાઓની સારવાર માટે પણ મદદરૂપ બની શકે તેવી દવા વિકસાવવાની શકયતા ઉજળી બનાવી છે. 7 જુલાઈએ ભારતની પેટન્ટ ઓફીસે બેનઝાઝેવિન-2-વન ડેરિકોટિવ્સ નામે ઓળખાતા મોલેકયુલ અને તે તૈયાર કરવાની પ્રક્રિયાને પેટન્ટ આપી હતી.

ફાર્મસી ફેકલ્ટીના આસીસ્ટંટ પ્રોફેસર ડો. પ્રશાંત મુર્મુકરે જણાવ્યું હતું કે ઈલેકટ્રીક ઈમ્પલીસ દ્વારા માણસના મગજમાં કામકાજને સક્રીય અથવા નિષ્ક્રીય કરતા જરૂરી પ્રોટીન હોય છે. રિસેપ્ટર તરીકે પણ ઓળખાતા પ્રોટીનનો એક વર્ગ 5- એચટીરસી ભૂખ, ખોરાકના વપરાશ, ચિંતા, હતાશા અને કામેચ્છા નિયંત્રીત કરે છે.
8-10 વર્ષના સંશોધન બાદ આ મોલેકયુલ શોધાયા છે, આ માયે પ્રાણીઓ પર પણ સંશોધન કરવામાં આવ્યું હતું.

સિલેકટીવ 5-એચટીરસી અગોનિસ્ટ તરીકે નોવેલ મોલેકયુલને વિકસાવવા પેટન્ટ અપાઈ છે. અગોનિસ્ટ મગજમાં કેટલાક રિસેપ્ટર્સ સક્રીય કરતી દવા છે. આ સંશોધનપત્ર યુકેની રોયલ સોસાયટી ઓફ કેમીસ્ટ્રી દ્વારા પ્રકાશિત કરાતા ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય જર્નલ આરએસસી એડવાન્સીસમાં પ્રસિદ્ધ થયું છે.


Related News

Loading...
Advertisement