ભારત સહીત વિશ્વભરમાં મધરાત બાદ વોટસએપ ડાઉન થયું

15 July 2020 11:13 AM
India
  •  ભારત સહીત વિશ્વભરમાં મધરાત બાદ વોટસએપ ડાઉન થયું

ભારત સહીત વિશ્વભરનાં યુઝર્સ બે કલાક મેસેજ કે ફાઈલની આપલે કરી શકયા નહિં: જબરી અફડાતફડી

નવી દિલ્હી તા.15
ભારત સહીત વિશ્વભરમાં મેસેજીંગ એપ્લીકેશન તરીકે સૌથી વધુ યુઝર્સ ધરાવતાં અને રોજના અબજો મેસેજોનું માધ્યમ બનેલા વોટસએપમાં ભારતીય સમય મુજબ મધરાત બાદ 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી ટેકનીકલ ક્ષતિ સર્જાતા આ એપ્લીકેશને કામ કરવાનું બંધ કરી દીધુ હતું અને લાખો યુઝર્સે ટવીટ કરીને વોટસએપ કામ કરતું નહીં હોવાની ફરીયાદ કરી હતી.

વૈશ્વિક સોશ્યલ મિડીયા વોર-એજન્સી ડેટા પ્રોટેકટરનાં જણાવ્યા મુજબ રાત્રીનાં 1 વાગ્યે ઓચિંતુ જ વોટસએપ ક્રેશ થઈ ગયુ હતું. યુઝર્સ તેમાં મેસેજ કે કોઈ ફાઈલની આપ-લે કરી શકયા નથી.

વેબ બેટલ ઈન્ફોનાં જણાવ્યા મુજબ આ મેસેજ એપનું સર્વર જ ડાઉન થતા આ તકલીફ સર્જાઈ હતી.આ સમયમાં મોટાભાગનાં યુઝર્સ માટે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. આ સ્થિતિ અમેરીકા,બ્રિટન, દક્ષિણ અમેરીકા સહીતનાં દેશોમાં આ સ્થિતિ બની હતી. જોકે બાદમાં ફરી મેસેજીંગ એપ.કામ કરતુ થયુ હતું.

વાસ્તવમાં આ વર્ષમાં જ એપ્રિલ માસમાં પણ વોટસએપ વૈશ્ર્વીક રીતે ડાઉન થયુ હતું તો ફેસબુક-ઈન્સ્ટ્રાગ્રામ જેવા એપને પણ મુશ્કેલી નડી હતી. વોટસએપએ મધરાતે આ ક્ષતિ થયાનું સ્વીકારી તેના યુઝર્સને જે તકલીફ પડી તે બદલ માફી માંગી લીધી હતી પણ શા માટે આ થયુ તે કોઈ સ્પષ્ટતા કરી નથી.


Related News

Loading...
Advertisement