ગુજરાત મોડલની પોલ ખુલી ! WHOના માપદંડ મુજબ રાજયમાં કોરોના ટેસ્ટ થતા નથી

15 July 2020 11:08 AM
Ahmedabad Gujarat
  • ગુજરાત મોડલની પોલ ખુલી ! WHOના માપદંડ મુજબ રાજયમાં કોરોના ટેસ્ટ થતા નથી

10 લાખની વસ્તીએ 140 ટેસ્ટ થાય તો સઘન ગણાય પણ ગુજરાતમાં ઓછા: ભારતના 22 રાજયોમાં 140થી વધુ ટેસ્ટ

નવી દિલ્હી તા.15
રાજકોટ-સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમાં કોરોનાના કેસ તથા મોત છુપાવવામાં આવતા હોવાના તથા ટેસ્ટીંગ પણ ઓછુ હોવાના ઉહાપોહ વચ્ચે હવે સતાવાર રીપોર્ટમાં પણ ગુજરાત સરકારની પોલ ખુલી ગઈ છે. દર દસ લાખની વસતીએ ન્યુનતમ 140 ટેસ્ટ કરવા વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)નું માપદંડ છે. પરંતુ ગુજરાતમાં તેટલી સંખ્યામાં ટેસ્ટ થતા નથી. મહત્વની બાબત એ છે કે દેશના અન્ય 22 રાજયમાં 140 ટેસ્ટના માપદંડના ધોરણે ટેસ્ટ થાય છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ અનુસાર દર દસ લાખની વસતીએ ન્યુનતમ 140 ટેસ્ટ કરવાનો વિશ્વ આરોગ્ય સંગઠનનો માપદંડ છે. આ માત્રા વ્યાપક-સઘન ટેસ્ટીંગને અનુરૂપ ગણાય છે. દેશના 22 રાજયોમાં ટેસ્ટીંગ દસ લાખની વસતીએ 140થી વધુ છે. અન્ય રાજયોને પણ ટેસ્ટીંગ વધારવા કહેવાયુ છે.

સમગ્ર ભારતમાં હાલ દર દસ લાખની વસતીએ 201 ટેસ્ટ થઈ રહ્યા છે. દિલ્હીમાં દૈનિક 978 ટેસ્ટ (10 લાખની વસતી દીઠ) થાય છે. જયારે તામીલનાડુમાં 562, મહારાષ્ટ્રમાં 198 છે.

ગુજરાત તથા પશ્ચિમ બંગાળ જેવા રાજયેમાં દસ લાખની વસતીદીઠ 140થી ઓછા ટેસ્ટ થાય છે. આરોગ્ય મંત્રાલયના ખાસ ફરજ પરના અધિકારી રાજેશ ભૂષણે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠનના નિયત માપદંડોના ધોરણે ટેસ્ટીંગ સઘન બનાવવા રાજયોને સૂચના આપવામાં આવી છે. દસ લાખ દીઠ 140 ટેસ્ટ થાય તો તે સઘન ગણાય છે.

વધુ ટેસ્ટીંગથી કોરોનાની જાણકારી વ્હેલી મળી જાય છે અને ખતરો-મોત અટકાવી શકાય છે. મહામારીને નિયંત્રણમાં લેવા માટે ટેસ્ટીંગ વધારરવા કહેવાયુ છે. ઘણા રાજયો ઉક્ત માપદંડ કરતા પણ વધુ ટેસ્ટ કરે છે. પરંતુ બધા રાજયો તેમ કરતા નથી એટલે રાજયોને તાકીદ કરવાની જરૂર પડી રહી છે.

ભારતમાં અત્યારે કોરોના ટેસ્ટ કરતી 1206 લેબ કાર્યરત છે. મંગળવારે 2,86,247 ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં 1.20 કરોડથી વધુ ટેસ્ટ કરાયા છે. દેશમાં જુદા-જુદા રાજયોમાં સંક્રમણનું પ્રમાણ અલગ છે છતાં તમામ રાજયોને આરોગ્ય સુવિધા વધારવા કહેવામાં આવ્યુ છે.


Related News

Loading...
Advertisement