ગુજરાતમાં ધારાસભા પેટા ચૂંટણીમાં બહુપાંખીયો જંગ !

15 July 2020 10:54 AM
Ahmedabad Gujarat Politics Rajkot
  • ગુજરાતમાં ધારાસભા પેટા ચૂંટણીમાં બહુપાંખીયો જંગ !

ભાજપને ‘ફાયદો’ થાય તેવી સ્થિતિ બનાવવા તૈયારી: આપ બાદ બહુજન સમાજ પક્ષ પણ આઠ બેઠકો પર લડશે: 2022 માં ભાજપ-બસપાનાં સંભવિત ગઠબંધન માટે પહેલા બસપા ‘રીટર્ન-ગીફટ’ આપશે

રાજકોટ:
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી બહુપાંખીયો જંગ બની રહે તેવા સંકેત છે અને ખાસ કરીને ઉતર પ્રદેશમાં 2022 ની ધારાસભા ચૂંટણીમાં ભાજપ પૂર્વ મુખ્યમંત્રી સુશ્રી માયાવતીનાં નેતૃત્વ હેઠળનાં બહુજન સમાજ પક્ષ સાથે ગઠબંધન કરે તેવી શકયતાને ધ્યાનમાં લઈને ગુજરાતમાં ભાજપની ‘સહાયતા’ માટે બસપા પેટા ચૂંટણીમાં તેના ઉમેદવારને ઉભા રાખી શકે.

ગુજરાતમાં બસપાની હાજરી નહીંવત છે અને રાજયમાં તેનુ કોઈ નેતૃત્વ પણ નથી અને ભુતકાળમાં સ્થાનિક સ્તરે બસપાના લેબલ સાથે ઉમેદવારો લડયા હતા તેઓએ ડિપોઝીટ પણ ગુમાવી છે.પણ સપ્ટેમ્બર અંત પૂર્વે યોજાઈ શકતી આ ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે ઝંપલાવીને દલીત મતો માટે પ્રયાસ કરી શકે છે.

બસપાનાં પ્રવકતા પીયુષ જાદુગરનાં જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતાઓ વેચાઈ રહ્યા છે ભાજપે ગરીબો માટે કંઈ કર્યુ જ નથી અને બસપા તેની તમામ 8 બેઠકો લડીને એક મજબુત લડાઈ આપવા તૈયાર છે. 2017 માં બસપાએ ગુજરાતમાં તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તેને ભાજપ-કોંગ્રેસ પછી ત્રીજા નંબરે સૌથી વધુ મતો મળ્યા હતા આ પક્ષને કુલ 20,6,767 મતો મળ્યા હતા જયારે ચોથા ક્રમે એનસીપી ગયુ હતું જેને 184,813 મતો મળ્યા હતા.

હાલ જે આઠ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં ચાર બેઠકો પર 2017 માં બસપાનાં ઉમેદવાર હતા.જેમાં ગઢડામાં 443, કરજણમાં 1101, લીંબડીમાં 2652 અને અબડાસામાં 1398 મતો મળ્યા હતા. ગુજરાતમાં બસપા ઉપરાંત ફરી સક્રિય થયેલા આમ આદમી પાર્ટીએ પણ તેના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે અને તે પણ ‘પ્રમાણિક’ ઉમેદવારોને ઉભા રાખીને ભાજપ-કોંગ્રેસને ટકકર આપવા તૈયાર છે.

ગુજરાતમાં વિપક્ષમાં દલીત ચહેરા તરીકે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ માવાણી ઉભરી રહ્યા છે.જેઓ કોંગ્રેસની મદદથી વડગામ બેઠક જીત્યા હતા. જોકે તેઓએ તમામ પક્ષોથી અંતર રાખ્યુ છે. જોકે ગુજરાતમાં ત્રીજા પક્ષ કે મોરચાને પ્રજાએ કોઈ કોઠુ આપ્યુ નથી.

કેશૂભાઈ પટેલે પણ જીપીપીનાં માધ્યમથી લડવાનું સાહસ કર્યુ હતું પણ ખુદની સહીત બે જ બેઠકો જીતી શકયા હતા.


Related News

Loading...
Advertisement