વેન્ટીલેશન વગરની કોવિડ 19 હોસ્પીટલ જ જોખમી

15 July 2020 10:47 AM
Rajkot Gujarat
  • વેન્ટીલેશન વગરની કોવિડ 19 હોસ્પીટલ જ જોખમી

વૈશ્વિક આરોગ્ય સંગઠન દ્વારા વેન્ટીલેશન એટલે કે હવાની અવરજવર આવશ્યક હોવાની અપાઈ હતી માહિતી

રાજકોટ તા.14
કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે કુદરતી વેન્ટીલેશન એટલે કે હવાની અવરજવર હોવી આવશ્યક છે. તાજેતરમાં જ હુ દ્વારા જે હોસ્પીટલમાં વેન્ટીલેશનની યોગ્ય સુવિધા ન હોય તે સંક્રમણ ફેલાવવાનું માધ્યમ બનતી હોવાનું જણાવ્યું હતું ત્યારે સીવીલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલી કોવિડ-19 હોસ્પીટલમાં જ યોગ્ય વેન્ટીલેશન ન હોવાનું સામે આવ્યું છે.

સિવિલમાં આવેલી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલને હાલમાં કોવિડ 19 હોસ્પીટલમાં પરિવર્તન કરવામાં આવી છે. અહીં ગ્રાઉન્ડ ફલોર પર કોવિડ 19ની ઓપીડી શરુ કરવામાં આવી છે. દર્દીઓ અહીં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તો અંદર આવતા શંકાસ્પદ ર્દીઓ અથવા દર્દીના પરિવારજનોની તકેદારી માટે મેઈન દરવાજા પાસે જ હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા રાખવામાં આવી છે.

ઓપીડીના મેઈન દરવાજાથી લઈને છેક સુધી હવાની અવરજવર થઈ શકે તે માટે દરવાજા પણ ખુલ્લા રખવામાં આવતા નથી તો બારીઓનો પણ સદંતર અભાવ જોવા મળે છે. જેને પગલે કોવિડ 19 હોસ્પીટલ જ સંક્રમણ વધારવાનું માધ્યમ બને તો નવાઈ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ વૈશ્વિક આરોગ્ય સંગઠન દ્વારા જે હોસ્પીટલમાં વેન્ટીલેશન એટલે કે હવાની અવરજવરની સુવિધા ન હોય તે સંક્રમણ વધારવાનું કારણ બની શકે છે તેવું નિવેદન આપ્યું હતું.


Related News

Loading...
Advertisement