જમ્મુ કાશ્મીરના BJP અધ્યક્ષને કોરોના, વરિષ્ઠ નેતાઓ સહિત અનેક લોકો સંપર્કમાં આવ્યા હતા

15 July 2020 01:07 AM
India
  • જમ્મુ કાશ્મીરના BJP અધ્યક્ષને કોરોના, વરિષ્ઠ નેતાઓ સહિત અનેક લોકો સંપર્કમાં આવ્યા હતા

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘ અને ભાજપના મહામંત્રી રામ માધવ હોમ કવોરંટાઈન થયા

નવી દિલ્હી : કોરોનાવાયરસની અસર સમગ્ર દેશમાં વધી રહી છે. અત્યાર સુધીમાં દેશના 9 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. તે જ સમયે, આ જીવલેણ રોગને કારણે 22 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં BJP પાર્ટી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

રૈના પાંચ દિવસના પ્રવાસ બાદ સોમવારે જમ્મુ પરત આવ્યા હતા, જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે રવિન્દ્ર રૈના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે અને મોટી સંખ્યામાં લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા. આવી સ્થિતિમાં આ બધાને પણ શોધવામાં આવી રહ્યા છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના કાશ્મીર ખીણના બાંદીપોરામાં 8 જુલાઈના રોજ આતંકવાદીઓના હાથે મૃત્યુ પામેલા ભાજપના નેતા વસીમ બારી, તેના પિતા અને તેમના ભાઈના પરિવારના દુ:ખને બાટવા જમ્મુ કાશ્મીર જવા રવાના થયા હતા.

રવિન્દ્ર રૈના કાશ્મીરમાં 5 દિવસ રહ્યા હતા. આ સમય દરમિયાન, રવિન્દ્ર રૈના બારીના પરિવારને મળવા આવેલા ઘણા મોટા નેતાઓ સાથે પણ સંપર્કમાં આવ્યા હતા. આ નેતાઓમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘ, રામ માધવ જેવા દિગ્ગજ નેતાઓ પણ શામેલ છે, આ બન્ને નેતાઓ હોમ કવોરંટાઈન થયા છે.

સોમવારે રવિન્દ્ર રૈના શ્રીનગરથી જમ્મુ જવા રવાના થયા હતા અને એક ચોક્કસ પ્રોટોકોલ હેઠળ જમ્મુ એરપોર્ટ પર કોરોના પરીક્ષણ કરાવ્યું હતું, જેમાં ટેસ્ટ પોઝિટિવ જાણવા મળ્યો હતો.

રવિન્દ્ર રૈનાને કોરોના વાયરસ છે તેવી જાણ થતા, કાશ્મીર ખીણમાં તેમના સંપર્કમાં આવેલા હજારો લોકોનું આરોગ્ય પરીક્ષણ પણ શરૂ થઈ ગયું છે.


Related News

Loading...
Advertisement