સૈન્યમાં 89 એપ્લિકેશન પર પ્રતિબંધ: હાઈકોર્ટે લેફ્ટનન્ટ કર્નલને કડક શબ્દોમાં કહ્યું, ફેસબુક એકાઉન્ટ બંધ કરો અથવા નોકરી છોડી દયો

15 July 2020 12:59 AM
India Technology
  • સૈન્યમાં 89 એપ્લિકેશન પર પ્રતિબંધ: હાઈકોર્ટે લેફ્ટનન્ટ કર્નલને કડક શબ્દોમાં કહ્યું, ફેસબુક એકાઉન્ટ બંધ કરો અથવા નોકરી છોડી દયો

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટમાં સૈન્યમાં 89 એપ્લિકેશંસ પર પ્રતિબંધ લગાવવાની વિરુધ્ધ સૈન્યના એક લેફ્ટનન્ટ કર્નલે અરજી કરી હતી અને ફેસબુકનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી હતી. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં દેશની સુરક્ષાની વાત છે, ત્યાં પછી કંઈ જતું કરવામાં નહીં આવે. હાઈકોર્ટની બે સભ્યોની બેંચે લેફ્ટનન્ટ કર્નલ પી.કે.ચૌધરીને ફટકાર લગાવીને કહ્યું કે જો તમે ફેસબુક છોડી શકતા નથી, તો તમે નોકરી છોડી દયો.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે- તમારી પાસે વિકલ્પ છે : કોર્ટે આ વરિષ્ઠ સૈન્ય અધિકારીને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે તમે સંગઠનના આદેશનું પાલન કરો અથવા રાજીનામું આપો. લેફ્ટનન્ટ કર્નલ પી.કે. ચૌધરીએ તાજેતરમાં સશસ્ત્ર દળના જવાનો માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સના ઉપયોગ પરના પ્રતિબંધને પડકાર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે તેમની પાસે ચોઇસ છે, એકાઉન્ટ વાપરો અથવા રાજીનામું આપો.

લેફ્ટનન્ટ કર્નલે આર્મીના આદેશ સામે કોર્ટમાં દલીલ કરી હતી કે, જ્યારે એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવશે ત્યારે તેના ફેસબુક એકાઉન્ટમાંના બધા ડેટા, કોન્ટેક્ટ અને સંપર્કો તૂટી જશે જેને પુન:સ્થાપિત કરવું મુશ્કેલ બનશે. આના પર બે જજની બેન્ચે કહ્યું, ‘ના, ના માફ કરજો. તમે કૃપા કરીને તેને બંધ કરો તમે કોઈપણ સમયે નવું એકાઉન્ટ બનાવી શકો છો. આવી રીતે નો ચાલે. તમે કોઈ સંસ્થાના ભાગ છો. તમારે તેના આદેશોનું પાલન કરવું પડશે.'

હાઈકોર્ટે ચૌધરીને ફેસબુક એકાઉન્ટ બંધ કરવા જણાવ્યું હતું, જેમાં કહ્યું કે લશ્કરી જવાનો માટે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે તમે પછીથી નવું સોશ્યલ મીડિયા એકાઉન્ટ બનાવી શકો છો. ન્યાયાધીશ રાજીવ સહાય એન્ડલાવા અને આશા મેનનની બેચએ કહ્યું કે જ્યારે આ અરજીને ધ્યાનમાં લેવાનું કોઈ કારણ નથી ત્યારે “વચગાળાની રાહત આપવાનો કોઈ સવાલ જ નથી" ખાસ કરીને ત્યારે જ્યારે મામલો દેશની સુરક્ષા સાથે સંબંધિત હોય.

હાઈકોર્ટની બે સભ્યોની ખંડપીઠે કહ્યું કે, ‘જો તમને ફેસબુક વધુ પસંદ હોય તો રાજીનામું આપો. જુઓ, તમારી પાસે ચોઇસ છે, તમે ગમે તે કરો, તમારી પાસે અન્ય વિકલ્પ પણ છે ધ્યાનમાં રાખો કે 6 જૂને, ભારતીય સેનાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિત 89 અન્ય એપ્લિકેશનોની સૂચિ જારી કરી હતી અને તમામ કર્મચારીઓને એકાઉન્ટ્સ બંધ કરવા અને આ એપ્સને તેમના ફોન પરથી ડિલીટ કરી નાખવાનો આદેશ આપ્યો હતો.


Related News

Loading...
Advertisement