ઓનલાઇન શિક્ષણ માટે કેટલો સમય હોવો જોઈએ ? ગાઈડ લાઈન બહાર પાડતું કેન્દ્રીય HRD મંત્રાલય

15 July 2020 12:32 AM
India
  • ઓનલાઇન શિક્ષણ માટે કેટલો સમય હોવો જોઈએ ? ગાઈડ લાઈન બહાર પાડતું કેન્દ્રીય HRD મંત્રાલય

પ્રિ-પ્રાયમરી બાળકો માટે ઓનલાઈન શિક્ષણ રોજ 30 મિનિટથી વધુ ન હોવું જોઈએ : માનવ સંસાધન મંત્રાલયે નવી ગાઈડલાઈન 'પ્રજ્ઞાતા' ની જાહેરાત કરી

નવી દિલ્હી :
કોરોનાની મહામારીને પગલે વિધાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ છે. જોકે, વિધાર્થીઓના સ્વાસ્થ્ય માટે સતત ઓનલાઇન રહેવાથી વિપરિત અસર થઇ શકે છે. જેને ઘ્યાને લઇને માનવ સંસાધન વિકાસ (એચઆરડી) દ્વારા પ્રજ્ઞાતા નામે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં દરેક રાજયો, શાળાઓ, શિક્ષકો, માતા-પિતા અને વિધાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. રાજય તથા કેન્દ્ર શાષિત પ્રદેશો અને મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નવી ગાઇડ લાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં સમય મર્યાદા નક્કી કરાઈ છે. અમુક શાળાઓ 6 થી 8 કલાક સુધી ઓનલાઇન કલાસ ચલાવે છે જે શિક્ષકોની સાથે બાળકોનાં સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પહોચાડી શકે છે તેથી ઓનલાઇન કલાસનો આટલા કલાકો સુધીનો સમય ટાળવો તેવી પણ સૂચના ગાઇડલાઇનમાં આપવામાં આવી છે.

જુનિયર કલાસમાં વિધાર્થીઓના વાંચન, આર્ટ અને ક્રાફટનો પાયો મજબૂત હોવો જોઇએ. જો કે વિધાર્થીઓએ લાંબા સમય સુધી સ્ક્રિન પર જોવું ન પડે તેનાં પર ઘ્યાન રાખવું તથા સિનિયર વિધાર્થીઓની માનસિક અને શારીરિક આરોગ્યને ઘ્યાને લઇને કલાસ વચ્ચે 10-15 મિનિટનો બ્રેક આપવો હિતાવહ છે. યોગ, માનસિક સ્વસ્થતા માટે કસરત, પ્રોજેકટ પર પણ મહતમ ઘ્યાન આપવા અંગે ગાઇડ લાઇનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

…..
ગાઈડલાઈન મુજબ નક્કી કરાયેલી સમય મર્યાદા

૧) પ્રિ-પ્રાઇમરી માટે ઓનલાઇન કલાસનો સમય રોજ 30 મિનિટથી વધુ ન હોવો જોઈએ.

૨) 1 થી 8 ધોરણ માટે રોજ 2 કલાસ 45-45 મિનિટના જ હોવા જોઈએ.

૩) ધોરણ 9 થી 12 માટે રોજ 30-45 મિનિટનાં 4 સેશન હોવા જોઈએ.


Related News

Loading...
Advertisement