નવું ફીચર / સ્નેપચેટે રોલ આઉટ કર્યું ‘હિયર ફોર યુ' ફીચર, કોરોના શંકટમાં યુઝર્સને ચિંતા અને ડિપ્રેશનથી મુક્ત થવામાં મદદ કરશે

14 July 2020 07:14 PM
India
  • નવું ફીચર / સ્નેપચેટે રોલ આઉટ કર્યું ‘હિયર ફોર યુ' ફીચર, કોરોના શંકટમાં યુઝર્સને ચિંતા અને ડિપ્રેશનથી મુક્ત થવામાં મદદ કરશે

નવી દિલ્હી : સ્નેપચેટે ભારતમાં તેના વપરાશકર્તાઓ માટે એપ્લિકેશનમાં માનસિક સ્વાસ્થ્ય સહાયની જાહેરાત કરી છે. આ ખાસ કરીને તે વપરાશકર્તાઓ માટે છે જે માનસિક સ્વાસ્થ્ય અથવા ભાવનાત્મક તકલીફનો સામનો કરી રહ્યા છે, આ મુદ્દાઓ વિશે વધુ જાણવા ઇચ્છતા લોકોને મદદ મળશે. અને કંપનીએ કહ્યું કે, તેને મારીવાલા હેલ્થ ઈનિશિએટિવ અને માનસ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરાઈ છે. આ સુવિધાનું નામ ‘હિયર ફોર યુ' છે.

સ્નેપ પાર્કના ગ્લોબલ પબ્લિક પોલિસીના વી.પી., જેનિફર પાર્ક સ્ટૌટે જણાવ્યું હતું કે અમે પહેલી વાર ફેબ્રુઆરીમાં ‘હીયર ફોર યુ' સુવિધા રજૂ કરી હતી, કારણ કે અમારું માનવું હતું કે કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને, આપણા વૈશ્વિક સમુદાયને સહાયની જરૂર છે. અમને આશા છે કે અમે જે ફીચર શરૂ કર્યું છે તે લોકોની ભલાઈ અને સુખાકારી માટે આગળનાં પગલા લેવામાં મદદ કરશે.

મારીવાલા સ્વાસ્થ્ય પહેલ અને માનસ ફાઉન્ડેશને ચિંતા, હતાશા, એકલતા, આત્મહત્યા અને સામાન્ય માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાવા માટે સંસાધનો વિકસાવ્યા છે. મારિવાલા હેલ્થ ઈનિશિએટિવના ડાયરેક્ટર રાજ મેરીવાલાએ જણાવ્યું હતું કે, “અમારા વિડિઓઝ માં તણાવ અને અસ્વસ્થતાનો સામનો કેવી રીતે કરવો, તેની ચર્ચા કરે છે. ડિપ્રેશન સાથે લડતા કોઈ વ્યક્તિની સંભાળ કેવી રીતે રાખવી અને કસરતથી માનસિક રીતે મજબૂત કેવી રીતે બનાય છે. તે વિષય પર વિડિયોઝ માં કહેવામાં આવ્યું છે.


ચિંતા, ડિપ્રેશન, એકલતા, આત્મહત્યા, માનસિક સ્વાસ્થ્ય જેવા શબ્દો રિસર્ચ કરીને સ્નેપચેટ વપરાશકર્તાઓ આ રીસોર્સ સુધી પહોંચી શકે છે. તેમાં માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુદ્દાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને તેમના જીવનમાં તેમના લક્ષણો કેવી રીતે ઓળખવા, તેમજ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ્સ અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ દ્વારા લોકોના પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે.

માનસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી નવીન કુમારે કહ્યું, “માનસિક સ્વાસ્થ્ય ના પ્રશ્નો સાથે દરરોજ સંઘર્ષ કરી રહેલા વપરાશકર્તાઓ માટે આ ફીચર અનન્ય તક છે. અમે તેમને કહેવા માંગીએ છીએ કે સ્નેપચેટ અને માનસ ફાઉન્ડેશન હંમેશા તેમની સાથે માનસિક સ્વાસ્થ્ય પર વાત કરવા માટે ઉપલબ્ધ છે.


Related News

Loading...
Advertisement