અત્યાર સુધી કાંચીડા રંગ બદલતા હતા હવે પીળા દેડકા આવી ગયા

14 July 2020 06:44 PM
India
  • અત્યાર સુધી કાંચીડા રંગ બદલતા હતા હવે પીળા દેડકા આવી ગયા

મધ્યપ્રદેશમાં એક ફોરેસ્ટ અધિકારીએ ચોમાસા દરમ્યાન જંગલના એક વિસ્તારમાં પીળા રંગના દેડકા જોવા મળ્યા હોવાનો દાવો કર્યો છે અને તેઓએ આ અંગેનો એક વિડીયો પણ નેટ પર શેર કર્યો છે. ભારતીય ફોરેસ્ટ સેવાના અધિકારી પ્રવિણ કાસવાન એ અગાઉ બ્લુ કલરના દેડકા હોવાનો દાવો કર્યો હતો અને હવે આ દેડકાએ રંગ બદલીને પોતાનો કલર પીળો કર્યો હોવાનું જણાવ્યું છે. તેમણે પોતાના ટવીટર એકાઉન્ટ પર આ પીળા દેડકાના વિડીયો વાયરલ કર્યા છે. જો કે કેટલાક લોકોએ કહ્યું કે હવે રંગ બદલવામાં દેડકાઓ કાંચીડા સાથે સ્પર્ધા કરશે.


Related News

Loading...
Advertisement