પીટીઆઈ પાસે રૂા.84.4 કરોડની ઉઘરાણી કરતી કેન્દ્ર સરકાર

14 July 2020 06:41 PM
India
  • પીટીઆઈ પાસે રૂા.84.4 કરોડની ઉઘરાણી કરતી કેન્દ્ર સરકાર

દેશની એક સમયની મોખરાની સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયાની તટસ્થતા અને નિષ્પક્ષતા એ દુનિયાભરમાં જાણીતી છે અને આમ આ સમાચાર સંસ્થાએ ભારતની મોખરાની સંસ્થા તરીકે નામ મેળવ્યું છે પરંતુ હાલની સ્થિતિમાં તે સરકાર માટે માનીતી રહી નથી અને તેથી અન્ય સમાચાર સંસ્થાને આગળ ધરવા પીટીઆઈને એકબાજુ મુકાતી હોવાનો પણ આક્ષેપ થાય છે. હાલમાં જ કેન્દ્ર સરકારે દિલ્હીના પાર્લીયામેન્ટ્રી સ્ટ્રીટમાં પીટીઆઈની જે બીલ્ડીંગમાં જગ્યા ફાળવવામાં આવી છે તેમાં કરાર ભંગ બદલ પીટીઆઈ પાસે રૂા.84.4 કરોડની ઉઘરાણી કરી છે. આ બિલ્ડીંગમાં પીટીઆઈની ઓફીસ, કેન્ટીન, વર્કશોપ વગેરે આવેલા છે.


Related News

Loading...
Advertisement