દહેરાદૂન સ્ટેશનનું નામ ઉર્દૂને બદલે સંસ્કૃતમાં? સંબીત પાત્રાને રેલ્વેએ કહ્યું સોરી

14 July 2020 06:40 PM
India
  • દહેરાદૂન સ્ટેશનનું નામ ઉર્દૂને બદલે સંસ્કૃતમાં? સંબીત પાત્રાને રેલ્વેએ કહ્યું સોરી

ભાજપના પ્રવકતા સંબીત પાત્રાએ હાલમાં જ એક ટવીટ કરીને દહેરાદૂન સ્ટેશનનું નામ ઉર્દૂમાં જે લખાયું હતું તેની જગ્યાએ સંસ્કૃતમાં દહેરાદૂનમ લખાયુ હોવાનું જાહેર કરીને તેવી એક તસ્વીર ટવીટ કરી હતી અને આ રીતે હવે રેલ્વેસ્ટેશનના નામમાં ઉર્દ નહી પણ સંસ્કૃત આવી જશે તેવી પણ છાપ સર્જવા પ્રયત્ન કર્યો હતો. વાસ્તવમાં દહેરાદૂન સહિતના સ્ટેશનોના નામ જે ઈંગ્લીશ, હિન્દી અને ઉર્દૂમાં ઉતર ભારતમાં લખાય છે તેની સામે હવે ઝુંબેશ છે અને ઉર્દૂને બદલે સંસ્કૃતમાં લખવાની માંગણી થઈ છે.પાત્રાએ આ ફેરફાર શરુ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું પણ રેલ્વેએ તુર્ત જ તે ટવીટ નકારીને કહ્યું કે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. રેલ્વેના મેન્યુલ મુજબ સ્ટેશનનું નામ ઈંગ્લીશ, હિન્દી અને સ્થાનિક ભાષામાં લખવામાં આવે છે.


Related News

Loading...
Advertisement