જયોતીરાદીત્ય સિંધીયા સલામત ગેમ રમ્યા: સચિન પાઈલોટે ‘જોખમ’ લીધું

14 July 2020 06:32 PM
India Politics
  • જયોતીરાદીત્ય સિંધીયા સલામત ગેમ રમ્યા: સચિન પાઈલોટે ‘જોખમ’ લીધું
  • જયોતીરાદીત્ય સિંધીયા સલામત ગેમ રમ્યા: સચિન પાઈલોટે ‘જોખમ’ લીધું
  • જયોતીરાદીત્ય સિંધીયા સલામત ગેમ રમ્યા: સચિન પાઈલોટે ‘જોખમ’ લીધું

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર તોડવામાં ભાજપ સક્રીય હતો : રાજસ્થાનમાં પાઈલોટની તાકાત આવે છે : કોંગ્રેસ શાસનના બે રાજયોનાં બળવામાં અનેક તફાવત: સચીન પાઈલોટ માટે રાજસ્થાન મહત્વનું: સિંધીયા માટે ભવિષ્યમાં મધ્યપ્રદેશની ગાડી શકય : કોંગ્રેસમાં સોનિયા-રાહુલ જૂથનો પણ કલેશ હોવાની ચર્ચા: ગુજરાતમાં હાર્દિકની નિયુક્તિ પણ સૂચક : જો પાઈલોટ બહું લાંબી ગેઈમ રમે તો તેના ધારાસભ્યો ઘટી શકે: કોંગ્રેસ તે ઈચ્છે છે સચીન ભાજપ સાથે ન જાય તો પ્રાદેશિક પક્ષ રચવાના વિકલ્પમાં

જયપુર: મધ્યપ્રદેશ બાદ જે રીતે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સામે જે સંકટ સર્જાયુ છે તેમાં એક તરફ સચીન પાઈલોટે ખુદની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લગાવી દીધી છે. પરંતુ તે મધ્યપ્રદેશમાં જયોતિરાદીત્ય સિંધીયા જેવા ‘એડવેન્ટેજ’ ની સ્થિતિમાં નહી હોવાથી ટેકેદાર ધારાસભ્યોના રાજીનામા હજું લેવરાવ્યાની અને સમાધાનના તમામ દ્વાર પણ ખુલ્લા રાખ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ મોવડીમંડળ એવી સ્થિતિ ઉભી કરવા માંગે છે કે સચીન પાઈલોટ પાસે કોઈ વિકલ્પ નથી તેવું નિશ્ચીત કરીને તેની સાથે જે ધારાસભ્યો છે તેને પોતાનું રાજકીય ભવિષ્ય અનિશ્ચીત લાગે તો પરત આવી શકે.

મધ્યપ્રદેશમાં ભાજપ કમલનાથ સરકારને તોડવામાં સંપૂર્ણ સક્રીય હતો. હાલના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ અગાઉથી જ બીજી ગોઠવી રહ્યાહતા અને સિંધીયા ગ્રુપના 22 ધારાસભ્યો પણ રાજીનામાની માનસિક તૈયારી સાથે જ બળવામાં સામેલ થયા હતા પણ પાઈલોટની પડખે હાલ જાહેરમાં ભાજપ નથી. રાજસ્થાનમાં ભાજપના કયા નેતા પરિસ્થિતિમાં પરદા પાછળ છે તે પણ નિશ્ચીત નથી અને કોંગ્રેસના કેટલાક વિધાયકો ભાજપ સાથે જવા તૈયાર છે તે પણ નિશ્ચીત નથી. સચીન પાઈલોટને ભાજપ સાથે જવામાં શું માટે તે પણ પ્રશ્ન છે.

તેઓ હાલ નાયબ મુખ્યમંત્રી છે જ અને તેથી જ તેઓ ગૃહ કે નાણા જેવું ખાતું તેની પાસે આવે અને થોડા ટેકેદારોને વધુ સારા ખાતા મળે તેવી બાજી રમી રહી છે. કોંગ્રેસ પક્ષ સતત વાટાઘાટ માટે આગ્રહ રાખે છે પણ જે રીતે સોનિયા-રાહુલ-પ્રિયંકા જેવા નેતાઓ પણ કટોકટી ઉકેલવામાં હાલ કોઈ મહત્વનો સંકેત આપી શકયા નથી તે સૂચક છે તો એવા પણ સંકેત છે કે કોંગ્રેસમાં હવે સોનિયા-રાહુલ જૂથ વચ્ચે તકરાર છે.

ગુજરાતમાં હાર્દીક પટેલની કાર્યકારી પ્રમુખ તરીકેની નિયુક્તિ અને અહેમદ પટેલની બાદબાકી એ સૂચક છે અને પટેલ હવે ગેહલોટ કેમ્પમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ તકરાર ત્યાં સુધીની છે કે સરકારી એડ.માં કયાંય પાઈલોટની તસ્વીર નથી આવતી. ગુજરાતમાં તેથી જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની તસ્વીરો આવે છે. મધ્યપ્રદેશમાં જયોતીરાદીત્ય સિંધીયાએ સેઈફ ગેઈમ રમી હતી.

ભાજપ સાથે ડીલ કરીને બળવો કર્યો હતો અને પાઈલોટને હજુ ભાજપ સાથે કોઈ ડીલ જાહેરમાં આવી નથી અને ભાજપને પણ રાજસ્થાન સરકાર અને કોંગ્રેસને તોડવામાં રસ છે. પાઈલોટમાં ઓછો છે. જો કે પાઈલોટ અલગ થઈને નવો પક્ષ રચે અને રાજયમાં ગેહલોત સરકારનું સલામતના માદરે વતન થાય તો પાઈલોટ જૂથ ખુદ સ્વતંત્ર સ્થાનિક પક્ષ તરીકે ચૂંટણી લડવાના લાંબાગાળાના વ્યુહ સાથે આગળ વધે છે તેવા પણ સંકેત છે. આમ પાઈલોટ પાસે વિકલ્પ છે પણ જોખમી છે.

કમલનાથ કરતા અશોક ગેહલોત વધુ સ્માર્ટ સાબીત થયા
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 99 બેઠક આવી હતી અને સચીન પાઈલોટ સ્પર્ધક હતા તે સમયથી જ ગેહલોતે બાજી ગોઠવી લીધી હતી
રાજસ્થાનમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદ મેળવનાર અશોક ગેહલોત દરેક સમયે કોઈને કોઈ પડકારનો સામનો કરતા રહ્યા છે પરંતુ દરેક સમયે તેઓએ હરીફને મહાત કરી દીધા છે. 2008માં રાજયમાં કદાવર નેતા સી.પી.જોશી કે જે રાહુલ ગાંધીની નજીક હતા તેઓ મુખ્યમંત્રીપદના દાવેદાર હતા અને રસપ્રદ બાબત એ છે કે તેઓ ફકત એક મતથી ચૂંટણી હારી ગયા અને મુખ્યમંત્રી બની ન શકયા.

આજે તેઓ વિધાનસભાના અધ્યક્ષ છે. જયારે તેમની આ ત્રીજી ઈનિંગમાં સચીન પાઈલોટ કે જે લાંબા સમયથી અશોક ગેહલોતના સ્પર્ધક મનાતા હતા તેઓને પણ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને 99 બેઠક મળતા ફરી એક વખત ગેહલોત પર જ પક્ષના મોવડીમંડળે પસંદગી ઢોળી હતી અને ગેહલોતે તે આંક 125 પર લઈ ગયા. જો કે તેઓ જાણતા હતા કે સચીન પાઈલોટ આસાનીથી બેસવાવાળા નથી અને તેથી જ તેઓએ રાજયસભા ચૂંટણીમાં પાઈલોટનું ધાર્યુ થવા ન દીધુ.

મધ્યપ્રદેશમાં કમલનાથ વધુ પડતા વિશ્ર્વાસમાં રહી ગયા પણ અશોક ગેહલોત પ્રથમથી જ સાવધ હતા અને તેથી તેઓએ બાજી એવી ગોઠવી કે સચીન પાઈલોટ માટે બહુ તક રહે નહી.


Related News

Loading...
Advertisement