સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન વધુ 193 પોઝીટીવ દર્દીઓ સારવારમાં

14 July 2020 06:16 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન વધુ 193 પોઝીટીવ દર્દીઓ સારવારમાં

ગઇકાલે ભાવનગર-જૂનાગઢમાં કોરોનાનો રાફડો ફાટયો : અમરેલી જિલ્લામાં પણ સૌ પ્રથમ વખત 29 દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ : દરેક જિલ્લાઓમાં સંક્રમણમાં સતત વધારાથી આરોગ્ય તંત્ર-સરકાર ચિંતીત

રાજકોટ તા.14
સૌરાષ્ટ્રભરમાં અનલોક-2માં કોરોના વાઇરસના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ચેપ પ્રસરી જતા જિલ્લાકક્ષાએ કોવીડ હોસ્પિટલોમાં દર્દીઓનો સતત ઉમેરો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 193 કેસ સાથે 6 મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જામનગર 12, ગીર સોમનાથ-10, ભાવનગર-40, જૂનાગઢ 48, મોરબી-10, અમરેલી 29, સુરેન્દ્રનગર-20, રાજકોટ 21 ગ્રામ્ય મળી 33, પોરબંદર-3, પોઝીટીવ કેસો નોંધાયા હતા.

રાજકોટ
રાજકોટ જિલ્લામાં ગઇકાલે શહેરના 21 સહિત 33 કેસ નોંધાયા હતા.

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં 48 નવા પોઝીટીવ કેસોમાં જૂનાગઢ સીટી 13, જૂનાગઢ ગ્રામ્ય 7, વંથલી 7 અને વિસાવદર 11 મળી કુલ 48 કેસ નોંધાયા હતા. જિલ્લાનો કુલ આંક 345 થયો છે.

પોરબંદર
ગઇકાલે પોરબંદરમાં ખીવડી પ્લોટ મામા દેવ મંદિર પાસે રહેતા એક જ પરિવારના 3 વ્યકિતનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

જામનગર
જામનગરમાં ગઇકાલે બપોર બાદ કોરોનાના 8 કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 6 અને ગ્રામ્ય વિસ્તારના 2 દર્દીના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયા છે. આજે સવારે વધુ 4 કેસ નોંધાયા હતાં.

આ સાથે જામનગર જિલ્લાના કુલ કેસનો આંક વધીને 352 થયો છે. આજે સવારે વધુ 4 કેસ નોંધાયા હતાં. જામનગરમાં ગઇકાલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ કોરોનાના વધતા સંક્રમણને પગલે અચાનક દોડી આવ્યા હતા અને કોરોનાનું સંક્રમણ ઘટાડવા સમિક્ષા કરવા સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
જામનગર શહેરમાં ગઇકાલે બપોર બાદ વધુ છ દર્દીના રિપોર્ટ કોરોના પોઝીટીવ જાહેર થયા હતાં જેમાં બે મહિલા અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે.

જામનગર લીંડી બજાર પાસે મણીયાર શેરીમાં રહેતી ઝુલેખાબેન મામદભાઇ, દલમ નામના 85 વર્ષના વૃધ્ધા, પવનચકકી નજીક નાનકપુરીમાં રહેતા રવિ હરેશભાઇ સોની નામના 28 વર્ષના યુવક, ગુલાબનગર રોડ ઉપર નારાયણનગર વિસ્તારમાં રહેતા જયેશ માંકડીયા નામના 18 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત ખોજા નાકા બહાર નાગોરીના દવાખાના પાસે રહેતા કાલ્વે અલીભાઇ નામના 57 વર્ષના આધેડ, હવાઇ ચોક નજીક વૈજનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કેયુર રાજેશભાઇ નામના 20 વર્ષના યુવક તેમજ હાલાર હાઉસ પાછળ સ્વામિનારાયણનગર શેરી નં. 7/8 માં રહેતા કમલાબેન પંકજભાઇ પરમાર નામના 60 વર્ષના વૃધ્ધ પણ પોઝીટીવ આવ્યાનું જાહેર થયું હતું. આ કેસને લીધે જામનગર શહેરમાં કોરોનાના નોંધાયેલ કેસનો કુલ આંક 257 થયાનું મહાનગરપાલિકાએ જાહેર કર્યુ હતું. 257 માંથી કુલ 14 દર્દીના અત્યાર સુધીમાં મૃત્યું થઇ ચુકયા છે.

જામનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે બપોર બાદ 2 દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યાનું તંત્રે જાહેર કર્યું હતું. જામજોધપુર તાલુકાના વસંતપુર ગામે રહેતા સાકરબેન વિઠલભાઇ ભાલોડીયા નામના 90 વર્ષના વૃધ્ધા તથા જામનગર તાલુકાના ધુતારપર ગામે રહેતા દિલીપ ગોરધનભાઇ સખીયા નામના 45 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝીટીવ જાહેર થયો હતો. ઉપરોકત તમામ દર્દીને કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે. જામનગર ગ્રામ્યના કોરોના કેસનો આંક 91 થયો હતો.

મોરબી
કોરોનાનો કહેર દિવસેને દિવસે મોરબી શહેર અને જિલ્લામાં વધી રહ્યો છે. ગઈકાલે વધુ નવા 10 કોરોના પોઝિટિવ કેસ મોરબી શહેર અને તાલુકા વિસ્તારની અંદર નોંધાયો છે. કુલ મળીને 129 કેસ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે જે પૈકીના સાત દર્દીઓની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.મોરબી શહેર અને જીલ્લાની અંદર જે રીતે છેલ્લા દિવસોમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે ગઈકાલના દિવસ દરમિયાન મોરબી શહેર અને તાલુકા વિસ્તારની અંદર કુલ મળીને નવા 10 કોરોના કેસ નોંધાયા છે જેમાં મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ વિઠ્ઠલનગરમાં રહેતા 32 વર્ષના મહિલા ડોકટર, સાનિધ્ય પાર્ક ઋત્વિક હાઇટ્સમાં 32 વર્ષનો યુવાન, સાવસર પ્લોટ વિસ્તારની અંદર રહેતા 83 વર્ષના ડોક્ટર, નાની બજાર વિસ્તારના અંદર રહેતી 20 વર્ષની મહિલા, નાની બજારની અંદર રહેતા 55 વર્ષના આધેડ, માધાપર વિસ્તારની અંદર રહેતા 35 વર્ષના મહિલા, પારેખ શેરી પાસે આવેલ ગૌરાંગ શેરીમાં રહેતા કોરોના પોઝીટીવ વૃધ્ધનું સારવારમાં મોત થષુ હતુ તેના 80 વર્ષની ઉમરના માતા, સરસ્વતી હોમ બાયપાસ રોડ ઉપર આવેલ વિસ્તારની અંદર 65 વર્ષના વૃધ્ધા, જેતપર મચ્છુ ગામે સોનાવાડી સેરીમાં રહેતા 35 વર્ષના યુવાન અને પવનસુત પુનિતનગર ની અંદર 68 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવેલ છે.

અમરેલી
અમરેલી જિલ્લામાં કોવીડ-19નાં રવિવારે 18 કોરોના પોઝીટીવ કેસ બાદ ગઇકાલે પણ વધુ 29 પોઝીટીવ કેસ નોંધાયેલ છે. હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં 15 મૃતયુ, 86 ડિસ્ચાર્જ થઇને ઘરે ગયા છે. તેમજ 82 સારવાર હેઠળ છે. આજ સુધી કુલ 181 પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના મોટી સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વઢવાણ, ધ્રાંગધ્રા, ચુડા, મૂળી અને પાટડી સહિતના ગ્રામ્ય વિસ્તારો અંદાજે 20 જેટલા વધુ કેસો નોંધાયા હતાં.
આમ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 20 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. જિલ્લાનો આંક 350 પર પહોંચ્યો છે.

રાજકોટ જિલ્લામાં આજે વધુ 13 કેસ
રાજકોટ જિલ્લામાં આજે મંગળવારે સવારથી બપોર સુધીમાં 13 નવા પોઝીટીવ કેસો નોંધાયા હતા.
રાજકોટ શહેરી વિસ્તારમાાં આજે નવા 7 કેસ અને તાલુકા મથકોએ કોટડાસાંગાણી-1, જેતપુર-2, જામકંડોરણા-1 અને તાલુકાના 3 મળી 6 કેસ નોંધાયા હતા.
આજે આરોગ્ય સચિવ જયંતી રવિની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર ગ્રામ્ય તાલુકાકક્ષાના નવા 13 કેસો સાથે 6 મૃત્યુ નોંધાયા હતા.

કચ્છ-ભૂજમાં બીએસએફ જવાન સહિત નવા 7 કેસ : ગાંધીધામમાં વૃઘ્ધનું મોત
સરહદી વિસ્તાર કચ્છમાં કોરોના દર્દીઓનો વધારો થઇ રહ્યો છે. આજે નોંધાવેલા 7 કેસમાં 4 ગાંધીધામ અંજાર, મુંદ્રા, ભૂજમાં નવા કેસ નોંધાયા છે.
ગાંધીધામમાં બિહારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 48 વર્ષીય બીએસએફ જવાન બી.કે.ઓઝા, આદીપુર ખાનગી સર્વિસ કરતા 31 વર્ષીય પુરૂષ, સુંદરપુરીની 14 વર્ષીય કિશોરી, જય અંબે સોસાયટીના પુરૂષ ભૂજ જી.કે.જનરલ હોસ્પિટલ મેલ નર્સ 26 વર્ષીય પંકજ શર્મા, અંજાર રચના પાર્કમાં 57 વર્ષીય પુરૂષ, મુંદરાના બારાઇ આશાપુરાનગર 4પ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે કોરોનાગ્રસ્ત ગાંધીધામના 60 વર્ષીય ભગવાનજીભાઇ વાલજીભાઇ સથવારાનું ભૂજ જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર મોત થયું હતું. કચ્છમાં કુલ પોઝીટીવ આંક 256 અને મૃત્યુ આંક 12 નોંધાયો છે.


Related News

Loading...
Advertisement