સુનીતા યાદવનો વધુ એક વીડીયો વાયરલ: વેપારીઓને ઉઠબેસ કરાવી

14 July 2020 05:41 PM
Surat Gujarat
  • સુનીતા યાદવનો વધુ એક વીડીયો વાયરલ: વેપારીઓને ઉઠબેસ કરાવી

લેડી કોન્સ્ટેબલની માનસિક સ્થિતિ સામે સવાલો

સુરત તા.14
છેલ્લા ત્રણેક દિવસથી સોશ્યલ મીડીયા પર ચર્ચાસ્પદ બનેલ સુરતની લેડી પોલીસ કોન્સ્ટેબલનો વધુ એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં વેપારીઓ સાથે પાગલ જેવું વર્તન કરતી હોવાની ચર્ચા થઈ રહી છે, આ વિડીયોમાં સુનીતા પોતાના સ્ટાફ સાથે વેપારીઓને સાગમટે ઉઠ-બેસ કરાવી રહી છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ વિડીયોમાં સુનીતા હદ વટાવતી દેખાય છે. પોતાના સ્ટાફ સાથે વેપારીઓને સાગમટે ઉઠ-બેસ કરાવી રહી છે ને સાથે સાથે એમ બોલતી જણાય છે કે ચાલુ રાખો.... ચાલુ રાખો.

લેડી કોન્સ્ટેબલના આ વિડીયો વાયરલ થતા લોકો કોમેન્ટ કરે છે કે તમે જેને લેડી સિંઘમ માનો છો તે લેડી સિંઘમ નથી, માનસિક રીતે પાગલ હોય તેમ વેપારી સાથે વર્તન કરે છે. લોકો એવો પ્રશ્ન પૂછે છે કે સુનીતા યાદવને કયા કાયદામાં સજા કરવાનો અધિકાર અપાયો છે.


Related News

Loading...
Advertisement