નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયત કચેરી અને થરાદ, ડોલવણ અને ભિલોડાની તા.પં.કચેરીઓનું ઇ-લોકાર્પણ

14 July 2020 05:33 PM
Ahmedabad Gujarat
  • નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયત કચેરી અને થરાદ, ડોલવણ અને ભિલોડાની તા.પં.કચેરીઓનું ઇ-લોકાર્પણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી

ગાંધીનગર તા.14
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી અમરેલી જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવન તેમજ ડોલવણ, થરાદ અનેભિલોડા તાલુકા પંચાયતના નવીન ભવનના ઈ-લોકાર્પણ પ્રસંગે નવીન સુવિધા માટે તમામને શુભેચ્છાઓ આપી હતી

મુખ્યમંત્રી હસ્તે આજે ગાંધીનગર ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અમરેલી જિલ્લા પંચાયતનું રૂપિયા 18 કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત ભવનનું તેમજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયતનું રૂપિયા 2.39 કરોડના ખર્ચે, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા પંચાયતનું રૂપિયા 2.40 કરોડના ખર્ચે જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાપંચાયતનું રૂપિયા 2.40 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન આધુનિક સુવિધાયુક્ત ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ લોકાર્પણ પ્રસંગે પંચાયત, પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને નવનિર્મિત ભવન માટે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે સ્વાગત પ્રવચન કરીને વિકાસ કામોની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે વિકાસ કમિશનર એમ. જે. ઠક્કરે આભારવિધિ કરી હતી. આ નવનિર્મિત ભવના ઈ- લોકાર્પણ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement