ભાઇ-બહેનને ઝઘડો થતા બહેને એસીડ ગટગટાવી જીવન ટુંકાવ્યું

14 July 2020 05:28 PM
Rajkot Saurashtra
  • ભાઇ-બહેનને ઝઘડો થતા બહેને એસીડ ગટગટાવી જીવન ટુંકાવ્યું

રાજકોટ તા. 14: ભાઇ-બહેન વચ્ચે ઝઘડો થયા બાદ સગીર વયની બહેને એસીડ ગટગટાવી લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન દમ તોડયો હતો.

શહેરના ગઢડીયા રોડ પર રહેતી કાજલ પ્રભાતભાઇ મીઠાપરાને તેમના ભાઇ સાથે કોઇ કારણોસર ઝઘડો થયો હતો.સ જેનું લાગી આવતા તા. 12/7 ના બપોરે 1 વાગ્યે તેણી ઘરે હતી ત્યારે એસીડ પી લીધુ હતુ.

ઘરના સભ્યોને જાણ થતા કાજલને તુરંત જસદણ હોસ્પિટલે લઇ ગયા હતા. જયાંથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે રિફર કરાઇ હતી. જયાં સારવાર દરમિયાન તનુ મોત નિપજયું હતુ. પોલીસે જરૂરી કાગળ-કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement