કોરોનાને ખાળવા અમદાવાદમાં એન્ટ્રી પોઈન્ટ પર થશે પ્રવાસીનો ટેસ્ટ

14 July 2020 05:02 PM
Ahmedabad Gujarat
  • કોરોનાને ખાળવા અમદાવાદમાં એન્ટ્રી પોઈન્ટ પર થશે પ્રવાસીનો ટેસ્ટ

જો બહારથી આવનાર પોઝીટીવ માલુમ પડશે તો પ્રવેશ પર રોક લગાશે

અમદાવાદ તા.14
રાજયમાં એકબાજુ ગઈકાલે કોરોના સંક્રમિતોનો આંકડો 900 ને વટયો હતો. ત્યારે બીજીબાજુ અમદાવાદ માટે રાહતના સમાચાર એ છે કે અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે. જેથી શહેરમાં હવે વધુ સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે જે મુજબ હવે અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ટીમ તૈનાત રહેશે અને બહારથી આવનારનો કોરોના ટેસ્ટ થશે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અમદાવાદમાં અન્ય શહેરોમાંથી સંક્રમિત આવે અને તેમના દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે શહેરનાં તમામ એન્ટ્રી પોઈન્ટ પર આરોગ્ય ટીમને તૈનાત કરાઈ છે. આ સિવાય શહેરમાં પ્રવેશતા તમામ ખાનગી વાહનોનું ખાસ ચેકીંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.

આ દરમ્યાન જો કોઈ વ્યકિતમાં કોરોનાના લક્ષણ જણાશે તો તેમના શહેરમાં પ્રવેશ પર રોક લગાવવામાં આવશે. જોકે ગીતા મંદિર બસ સ્ટેશનમાં કોઈ મુસાફરનો રીપોર્ટ પોઝીટીવ આવે તો તેમને હોમ કવોરટાઈનનું કહેવામાં આવે છે.કેટલાંકને હોસ્પીટલે મોકલવામાં આવે છે.


Related News

Loading...
Advertisement