કોંગ્રેસ પક્ષે સચિનને શું-શું નથી આપ્યું! 72 કલાક સુધી મનાવવા કોશીશ કરી

14 July 2020 04:36 PM
India Politics
  • કોંગ્રેસ પક્ષે સચિનને શું-શું નથી આપ્યું! 72 કલાક સુધી મનાવવા કોશીશ કરી

પ્રવકતા સુરજેવાલાના વિધાનો ઉપકાર ગણાવ્યા

જયપુર તા.14
કોંગ્રેસના કેટલાય વરિષ્ઠ નેતાઓએ સચીન પાઈલોટને મનાવવા પ્રયાસ કર્યા હતા, પણ સફળતા મળી નહોતી. આજે કોંગ્રેસ મોવડીમંડળ વતી પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પાઈલોટ તથા અન્ય ત્રણ યુવાનોની હકાલપટ્ટીની જાહેરાત કરી હતી. સુરજેવાલાએ હકાલપટ્ટીની જાહેરાત સામે પાઈલોટની નિંદા કરવા સાથે ઉપકાર ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે નાની ઉંમરમાં પક્ષે તેમને રાજકીય તાકાત આપી હતી, જે કોઈને આપવામાં આવી નથી.

સુરજેવાલાએ જણાવ્યું હતું કે અમે મનાવતા રહ્યા, તે માન્યા જ નહી. સુરજેવાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યો ભાજપના ષડયંત્રમાં ફસાઈ કોંગ્રેસ સરકારને તોડી પાડવાના કાવતરામાં સામેલ થયા. તેમણે જણાવ્યું હતું કે ગત 72 કલાકમાં સોનિયા ગાંધી, રાહુલગાંધી સહીતના નેતાઓએ પાઈલોટ, મંત્રીઓ અને ધારાસભ્યો સાથે સંપર્ક કરવા કોશીશ કરી હતી. મોવડીમંડળે સચીન પાઈલોટ સામે પણ અડધો ડઝન વાર વાત કરી હતી.

કોંગ્રેસ કારોબારીના વરિષ્ઠ સભ્યોને ડઝનો વાર વાત કરી. અમે અપીલ કરી હતી કે પાઈલોટ અને બાકીના ધારાસભ્યો માટે દરવાજા ખુલ્લા છે; પાછો આવો, મતભેદો દૂર કરીશું. મને ખેદ છે કે સચીન પાઈલોટ અને તેમના કેટલાક મંત્રી સાથીદારો ભાજપના ષડયંત્રમાં આવી કોંગ્રેસની લોકો દ્વારા ચુંટાયેલી સરકાર તોડી પાડવા કાવતરું કરી રહ્યા હતા. આ સ્વીકાર્ય નથી.


Related News

Loading...
Advertisement