સચિન પાઈલોટની હકાલપટ્ટી : રાજસ્થાનમાં રાજકીય કટોકટીમાં નિર્ણાયક વલણ લેતું કોંગ્રેસ મોવડીમંડળ

14 July 2020 04:33 PM
India Politics
  • સચિન પાઈલોટની હકાલપટ્ટી : રાજસ્થાનમાં રાજકીય કટોકટીમાં નિર્ણાયક વલણ લેતું કોંગ્રેસ મોવડીમંડળ

નાયબ મુખ્યમંત્રીપદ તથા પ્રદેશ પ્રમુખપદેથી કોંગ્રેસના યુવા નેતાને હટાવાયા: બળવાખોર બે મંત્રીઓને પણ કેબીનેટમાંથી પડતા મુકાયા: છેલ્લા બે દિવસના રાજકીય ડ્રામામાં નાટયાત્મક વળાંક

જયપુર
રાજસ્થાનમાં ગેહલોટ સરકારમાં સર્જાયેલી એક કટોકટીમાં આજે નિર્ણાયક વલણ લેતા કોંગ્રેસ મોવડીઓએ બળવાખોર નેતા શ્રી સચીન પાઈલોટની નાયબ મુખ્યમંત્રીપદેથી તથા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદેથી હકાલપટ્ટી કરી છે તથા સચીનની સાથે રહેલા ત્રણ સીનીયર મંત્રીઓને પણ ગેહલોટ- મંત્રીમંડળમાંથી પડતો મુકાયો છે. આમ કોંગ્રેસ પક્ષે હવે સચીન પાઈલોટના બળવા અને રાજય મુખ્યમંત્રીપદેથી અશોક ગેહલોટની હકાલપટ્ટીની માંગણીને દાદ નહી આપીને યુદ્ધરેખા સ્પષ્ટ રીતે દોરી લીધી છે.

હવે સચીન પાઈલોટ કઈ રીતે તેના રાજકીય પગલા નિશ્ચીત કરે છે તેના પર સૌની નજર છે. છેલ્લા બે દિવસથી વફાદાર ધારાસભ્યો સાથે દિલ્હીમાં ધામા નાખીને બેસેલા પાઈલોટને મનાવવા કોંગ્રેસ મોવડીમંડળે ભરચક પ્રયાસો કર્યા હતા તથા ખુદ સોનિયા-રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પણ સચીન પાઈલોટ સાથે વાતચીત કરી હતી પ ગેહલોટના રાજીનામા સિવાય કોઈ સમાધાન સ્વીકાર્ય નથી તેવી ‘જીદ’ સાથે અડગ રહેલા સચીન પાઈલોટે અન્ય કોઈ રીતે સમાધાનના દ્વાર બંધ કરી દેતા બપોરે એક નિર્ણાયક પગલામાં સચીન પાઈલોટને નાયબ મુખ્યમંત્રીપદે તથા પ્રદેશ પ્રમુખપદેથી દૂર કરી દીધા છે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે ગેહલોટ જૂથના ગોવિંદસિંહ ને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે

તો પાઈલોટ જૂથના ત્રણ મંત્રીઓ પ્રવાસન મંત્રી વિદ્વેશસિંઘ તથા ખાદ્યમંત્રી રમેશ મીણાને પણ મંત્રીમંડળમાંથી પડતા મુકાયા છે. મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોટે આજે બપોરે રાજયપાલની મુલાકાત લઈને પાઈલોટ સહિતના ત્રણેયને મંત્રીમંડળમાંથી પડતા મુકવાની ભલામણ કરી હતી. આ બાદ સચિવાલયમાંથી અને કોંગ્રેસ ભવનમાંથી પર સચીનના નંબરની નેઈમ પ્લેટ પણ ફટાફટ દૂર કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ગેહલોટે પ્રથમ પ્રતિભાવમાં જણાવ્યું કે છેલ્લા નવ માસથી રાજય સરકારના પતનનું ષડયંત્ર થઈ રહ્યું હતું અને અમે આ બળવાખોર તથા પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરનારને હાંકી કાઢયા છે એ પુર્વે આજે જયપુરમાં ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી અને તેમાં સરકાર માટે પુરતા ધારાસભ્યો સાથે હોવાનું નિશ્ચીત થતા જ અહી દોડી આવેલા નિરીક્ષકોએ દિલ્હીમાં પક્ષના વડા સોનિયા ગાંધી સાથે સીધી વાતચીત કરીને પાઈલોટ અને તેના સાથીદારોની હકાલપટ્ટી સિવાય કોઈ માર્ગનહી હોવાનો રિપોર્ટ આપ્યો હતો.

કોંગ્રેસના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારને કોઈ આંચ નહી આવે. પાઈલોટ જૂથમાં 20 જેટલા ધારાસભ્યોમાં પણ હવેની સ્થિતિમાં પરત આવશે અને વિધાનસભામાં મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમની બહુમતી પુરવાર કરી લેશે.

કોંગ્રેસ પક્ષના પ્રવકતા શ્રી રણજીત સુરજેવાલાએ સવારે જાહેર કર્યુ હતું કે હજું પણ સચીન માટે વાટાઘાટના દ્વાર ખુલ્લા છે પણ પાઈલોટે ફકત ગેહલોટની હકાલપટ્ટી સિવાય કોઈ માર્ગ નહી હોવાનું જણાવીને તેનું સ્ટેન્ડ વધુ આકરુ બનાવ્યું હતું અને તે બાદ મોવડીમંડળે આ નિર્ણય લીધો હતો.

સચીન-રાહુલની વાતચીત થઈ જ નહી!
કોંગ્રેસ દ્વારા રાજસ્થાનની કટોકટી હલ કરવા માટે સચીન પાઈલોટને અનેક વિકલ્પો અપાયા હતા અને સોનીયા ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ વાતચીત કરી હતી અને છેલ્લે રાહુલ ગાંધીએ પણ સચીનને સમજાવવા પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો પણ સચીન કેમ્પમાંથી રાહુલ ગાંધી સાથે વાતચીતનો કોઈ ઈરાદો નથી. સચીન અને રાહુલ વચ્ચે સારો સંબંધ હોવાથી તે ચેનલ સફળ રહેશે તેવી શકયતા હતા પણ રાહુલ સાથે વાતચીત કરવાનો ઈન્કાર કરીને સચીન ખુદે જ સમાધાનના દરવાજા બંધ કરી દીધા હતા.

અશોક ગેહલોતના રાજીનામા સિવાય કોઈ સમાધાન સચીને સ્વીકાર્યુ ન હતુ
રાજસ્થાનની કટોકટી ઉકેલવા માટે કોંગ્રેસ મોવડીમંડળે જે-જે પ્રયાસો કર્યા તેમાં સચીનને મહત્વના ખાતા મંત્રીમંડળમાં તેમના વધુ સાથીદારોનો સમાવેશ વિ. ઓફર કરી હતી પણ સચીને મુખ્યમંત્રીપદેથી અશોક ગેહલોતના રાજીનામા સિવાય કોઈ સમાધાન નહી થાય તેવી સ્પષ્ટ વાત કરતા મોવડીમંડળ પાસે સચીન પાઈલોટની સામે અશોક ગેહલોટને પસંદ કર્યા હતા.

મારી પાસે બહુમતી છે: ગેહલોટે બહુમતી ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજયપાલને આપ્યો

નવ માસથી સરકારના પતનનું ષડયંત્ર ચાલતું હતું
રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોટ આજે બપોરે રાજયપાલ કલરાજ મિશ્રાને મળવા દોડી ગયા હતા અને તેમને વિધાનસભામાં બહુમતી ધારાસભ્યોનો ટેકો છે તેવો દાવો કર્યો હતો અને ધારાસભ્યોની સહી સાથેનો એક પત્ર રાજયપાલને સુપ્રત કરીને તેઓ વિધાનસભામાં બહુમતી પુરવાર કરશે તેવી ખાતરી આપી હતી.

શ્રી ગેહલોટે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે છેલ્લા નવ માસથી મારી સરકારના પતનનું ષડયંત્ર ચાલી રહ્યું હતું પણ મારામાં ધારાસભ્યોનો ભરોસો કાયમ છે.

ગેહલોટે સાબીત કર્યુ: પરિસ્થિતિ કંટ્રોલમાં છે
*ગઈકાલે રાત્રી સુધી કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સચીન સાથે સીધી વાતચીત કરી હતી પણ પાઈલોટે ગેહલોટના રાજીનામા સિવાય કઈ સમાધાન સ્વીકાર્ય ન હોવાનું જણાવ્યું હતું.
*આજે સવારે 10 વાગ્યે મુખ્મંત્રી અશોક ગેહલોટે ધારાસભ્યોની બેઠક બોલાવી સરકારને જોખમ નથી તે નિશ્ચીત કરીને મોવડીમંડળને સંદેશ પાઠવી દીધો કે તેઓ કોંગ્રેસમાં છે.
*જયપુર પહોંચેલા કોંગ્રેસના નિરીક્ષકો એ પણ મોવડીમંડળને સ્થિતિથી વાકેફ કર્યા.
*દિલ્હી તુર્ત જ સચીનને રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખપદેથી દૂર કરાયાનો પત્ર જાહેર કર્યો હતો તો મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોટે સચીન અને તેના બે મંત્રીમંડળમાંથીપડતા મુકવામાટે રાજયપાલને જાણ કરી હતી.Related News

Loading...
Advertisement