અવરોધમાં ઉરી અટેકની અંદરની વાતો છે

14 July 2020 12:49 PM
Entertainment India
  • અવરોધમાં ઉરી અટેકની અંદરની વાતો છે

ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ બુક પર આધારિત 2016ના આતંકવાદી હુમલામાં સરકાર ઇચ્છતી હતી કે વધુમાં વધુ આતંકવાદીઓ મરે

રાજકોટ
સોનીના ડિજિટલ પ્લેટફોર્મ સોની લિવ પર રિલીઝ થનારી વેબ-સિરીઝ અવરોધ જાણીતા જર્નલિસ્ટ શિવ અરુર અને રાહુલ સિંહની બુક ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ પર આધારિત છે.સ આ બુક 2016માં થયેલા ઉરી-હુમલા અને એના જવાબરૂપે કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે. સિરીઝમાં નીરજ કાબી, દર્શન કુમાર, વિક્રમ ગોખલે, અનંત મહાદેવન અને મધુરિમા તુલી લીડ સ્ટાર છે. અવરોધની સૌથી મોટી ખાસિયત જો કોઇ હોય તો એ છે કે એમાં સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાની અંદરની વાતો પણ સમાવવામાં આવી છે.

ઉરી-હુમલા પછી સરકાર પોતે ઇચ્છતી હતી કે આવનારાં વર્ષો સુધી કોઇ કાળે આતંકવાદી જુથ ઉભાં થવાં જ જોઇએ અને એને માટે મેકિસમમ આતંકવાદીઓ મરે એનું ધ્યાન સર્જિકલ સ્ટ્રાઇક કરનાર ટીમ રાખે. અવરોધમાં માત્ર સર્જિકલ સ્ટ્રાઇક નહીં, પણ એ સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારીઓ કઇ રીતે કરવામાં આવી અને એની ટ્રેઇનિંગ કેવી રીતે અપાઇ એ દર્શાવવામાં આવ્યું છે. અવરોધ 31 જુલાઇએ રિલીઝ થશે.


Related News

Loading...
Advertisement