અમિત સાધનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

14 July 2020 12:47 PM
Entertainment India
  • અમિત સાધનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

મુંબઇ
અભિષેક બચ્ચન સાથે વેબ-સિરીઝ બ્રીધ: ઇન ટુ ધ શેડોઝમાં જોવા મળેલા અમિત સાધનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમિત થોડા દિવસ પહેલાં રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અભિષેક બચ્ચનને મળ્યો હતો. આથી તેણે પણ સાવચેતી લેતાં રવિવારે ટેસ્ટ કરાવી હતી.

રિપોર્ટ નેગેટિવ હોવાની માહિતી ટ્વિટર પર આપતાં અમિત સાધે ટ્વીટ કર્યું હતું કે તમારા સૌની ચિંતા અને પ્રાર્થના માટે આભાર. આ વખતે તો હું નેગેટિવ છું એ કહેવાની મને ખુશી થઇ રહી છે. જે લોકો પણ આ બીમારીમાં સપડાયા છે તેમના માટે સતત પ્રાર્થના કરું છું. લવ યુ. એકતામાં જ તાકાત છે.


Related News

Loading...
Advertisement