દેશના ડાયાબીટીસ પાટનગર ગુજરાત ડાયેબેટીક રેટિનોપથીમાં પણ મોખરે

14 July 2020 12:34 PM
Surat Gujarat Health
  • દેશના ડાયાબીટીસ પાટનગર ગુજરાત ડાયેબેટીક રેટિનોપથીમાં પણ મોખરે

ડાયાબીટીસવાળા કોરોનાના દર્દીઓ માટે પ્રોટોકોલ તૈયાર

સુરત તા.14
ભારતના ડાયાબીટીસ પાટનગર તરીકે જાણીતું ગુજરાત અંધાપા ભણી દોરી જતા હાઈ-સુગર સંબંધીત કોમ્પ્લીકેશન ડાયાબેટીક રેટિનોપથી (ડીઆર)માં આગળ છે.

નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝયુલ ઈમ્પેરેમેન્ટના ડેટા સૂચવે છે કે ચાલુ વર્ષમાં ગુજરાતમાં ડીઆરના સૌથી વધુ 1,574 દર્દીઓ હતા.

આંખના નિષ્ણાંત ડો. ઉદય ગાજીવાલના જણાવ્યા મુજબ આ ડેટા ગુજરાતમાં સાચી પણ ચિંતાજનક સ્થિતિ બતાવે છે. 2019-20માં પણ ડીઆરની પીડાતા 1,668 ડાયાબેટીકસ હતા. એ આંકડો પણ ભારતમાં ઉંચો હતો.

રેટીના વિશેષજ્ઞ ડો. પાર્થ રાણાના જણાવ્યા મુજબ ગુજરાતમાં ડીઆરના કેસો વધતા જાય છે એના લક્ષણો હળવા હોવાથી લોકો રેટીના ચેક-અપ માટે જતા નથી. અમે એવા કેટલાય કેસો જોયા છે. જયારે લોકો પહેલીવાર આંખ પરીક્ષણ માટે આવ્યા હોય અને લેબનું ડીઆર તથા ડાયાબીટીસ સાથે નિદાન થયું હોય.

દરમિયાન, દેશના ડાયાબીટીસ નિષ્ણાંતોએ ડાયાબીટીસવાળા કોવિડ 19ની સારવાર માટે પ્રોટોકોલ તૈયાર કર્યો છે. નિષ્ણાંતોએ જણાવ્યું છે કે ડીહાઈડ્રેશન અને ડાયાબેટીક કેટોએસીડોસીસ (ડીકેએ) થવાની સંભાવના હોવાથી તીવ્ર લક્ષણોવાળા અને હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓને સોડીયમ ગ્લુકોઝ કો-ટ્રાન્સ પોર્ટર-2 (એસજીએસટી2) ઈનહિબિટર્સ સાથેની દવાઓ આપવી ન જોઈએ.


Related News

Loading...
Advertisement