ઇન્ડિયન આઇડલ સીઝન 12 માટે ઓડિશન ઘરેથી લેવામાં આવશે: આદિત્ય નારાયણ

14 July 2020 12:18 PM
Entertainment India
  • ઇન્ડિયન આઇડલ સીઝન 12 માટે ઓડિશન ઘરેથી લેવામાં આવશે: આદિત્ય નારાયણ

મુંબઇ
સિંગર આદિત્ય નારાયણ અને ઇન્ડિયન આઇડલના હોસ્ટે જણાવ્યું છે કે આ વખતની સીઝનનું ઓડિશન સિંગર્સ ઘરે બેસીને આપી શકશે. કોરોનાના વધતા પ્રકોપને જોતાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ શોમાં કેવી રીતે ભાગ લઇ શકાશે એ વિશે આદિત્ય નારાયણે કહયું હતું કે રિયલટી શો ઇન્ડિયન આઇડલ સાથે જોડાઇને હંમેશા ઉત્સાહિત થઇ જાઉં છું. જોકે આ વખતે મારું એકસાઇટમેન્ટ અલગ જ લેવલ પર પહોંચી ગયું જયારે ટીમે મને શોના પ્રોમો માટે ગાવા કહયુ.

પ્રોમો રેકોર્ડિંગ કરવું ખરેખર અવર્ણનીય રહયુ. હું ગર્વ અનુભવી રહયો હતો કે મને ભારતના સૌથી પ્રસિધ્ધ સિન્ગિંગ રિયલિટી શો માટે ગાવાની તક મળી. પ્રોમોને મળતાં લોકોનાં રીએકશન પસંદ પડી રહયા છે. સિન્ગિંગની ટેલન્ટ ધરાવતા તમામ મહત્વાકાંક્ષી લોકોને ઇન્ડિયન આઇડલ 12 માં ભાગ લેવા માટે હું આમંત્રિત કરુ છુ. તેઓ પોતાનો વિડિયો રેકોર્ડ કરે અને એને જજ્ઞક્ષુકઈંટ પર 25 જુલાઇથી અપલોડ કરી શકે છે. આ વખતે તમે ઇન્ડિયન આઇડલનું ઓડિશન ઘરે બેઠાં આપી શકો છો. એ પણ માત્ર એક કિલક પર.


Related News

Loading...
Advertisement