અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની સ્થિતિ સ્ટેબલ હોવાથી તેમને વધુ ટ્રીટમેન્ટની જરૂર નથી

14 July 2020 12:08 PM
Entertainment India
  • અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની સ્થિતિ સ્ટેબલ હોવાથી તેમને વધુ ટ્રીટમેન્ટની જરૂર નથી

મુંબઇ
હોસ્પિટલનાં સૂત્રો મુજબ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની સ્થિતિ સ્ટેબલ હોવાથી તેમને ભારે ટ્રીટમેન્ટની જરૂર નથી. શનિવારે બન્ને કોરોના પોઝિટિવ મળી આવતાં તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિશે હોસ્પિટલના સૂત્રએ કહયું હતું કે તેમને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેઓ કિલનિકલી સ્ટેબલ છે.

હાલમાં તો તેમને કોઇ વધુ ટ્રીટમેન્ટની જરૂર નથી. તેઓ પહેલા મેડિકેશનમાં જ સ્વસ્થ થયા છે. સાથે જ તેમને થેરપી પણ આપવામાં આવી રહી છે. બીજી તરફ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની આઠ વર્ષની દીકરી આરાધ્ય પણ કોરોના પોઝિટિવ મળી આવતાં તેઓ ઘરમાં જ સેલ્ફ-કવોરન્ટીન છે.


Related News

Loading...
Advertisement