ફેસબુકથી પરિચય કેળવી લગ્નનો ખોટો પૂરાવો ઉભો કરી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર જયદીપ ડવ ઝડપાયો

14 July 2020 12:00 PM
Rajkot
  • ફેસબુકથી પરિચય કેળવી લગ્નનો ખોટો પૂરાવો ઉભો કરી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર જયદીપ ડવ ઝડપાયો

પાંચ-પાંચ માસથી નાસતો ફરતો’તો : આરોપીને ઝડપવા ક્રાઇમ બ્રાંચ, સાયબર સેલ તેમજ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી : કાયદાનું ભાન કરાવતી પોલીસ

રાજકોટ તા.14
શહેરમાં રહેતી એક યુવતી સાથે ફેસબૂક મારફતે સંપર્કમાં આવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર જામનગર ના મુખ્ય આરોપી આહીર શખ્સ છેલ્લા પાંચ મહિનાથી ફરાર હોઇ તેને તાકીદે યુનિવર્સીટી પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.ઉલ્લેખનીય છેકે,અગાઉ પીડિતા એ આરોપી ને પકડી પાડવા રેન્જ આઈજી અને પોલીસ કમિશનર ને અરજી આપવામાં આવી હતી.અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટમાં રહેતી એક યુવતી એ યુનિવર્સિટી પોલીસ મથકમાં તા.08/02/2020ના રોજ જયદીપ દેવાયત ડવ અને મદદગારી કરનાર ચાર સહિતના વિરૂધ્ધ બળાત્કાર ની કલમ હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ,આજ સુધી મુખ્ય આરોપી નાસતો ફરતો હતો.આરોપી જયદીપ ડવે છેતરપીંડી વિશ્વાસઘાત કરી કાવતરું રચી જયદિપે પોતે પરિણીત હોવા છતાં છૂટાછેડા થઇ ગયા ની ખોટી વિગતો દર્શાવી વિશ્વાસમાં લઇ યુવતી સાથે રજીસ્ટર કોર્ટ મેરેજ કરી લગ્ન નો ખોટો પુરાવો ઉભો કરી અને અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું.એ પછી જયદિપ ડવ અને તેના મિત્રો ધમકી આપતા હોય 16/1/20ના રોજ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી હતી.આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 8/2ના રોજ ગુનો દાખલ કરાયો હતો.

મુખ્ય આરોપી જયદીપના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં 30/4ના રોજ આગોતરા રદ થયા પછી હાઇકોર્ટમાં 3/6ના રોજ આગોતરા અરજી કરી હતી.અગાઉ પીડીતાએ ઝેરી દવા પણ પીધી હતી.10/10/19ના રોજ તેની પોલીસ સ્ટેશનમાં નોંધ પણ છે. ત્યારે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ.વી.રબારી, પીએસઆઇ બી.જી.ડાંગર, એએસઆઈ ધર્મેશભાઈ બાલાસરા અને હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે મુખ્ય આરોપી ઓટો બ્રોકર જયદીપ દેવાયત ડવ (રહે,બ્લોક નં.13/9,દેવપાર્ક સોસાયટી, ખંભાળિયા રોડ જામનગર તેમજ મહાવીર પાર્ક, મ્યુનિસિપલ કોલેજ સામે, ઉપલેટા)ની રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેથી ધરપકડ કરી હતી.આરોપી ને પકડવા ક્રાઇમબ્રાન્ચ, સાયબર સેલ ની અલગ અલગ ટિમો બનાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,આ પ્રકરણ માં યુનિવર્સિટી પોલીસે અગાઉ જામનગરની વૃદાવન સોસાયટીમાં અજય પરબતભાઇ ભાદરકા, માણાવદરના ભાલેચડા ગામના દર્શક વિનોદભાઇ ધ્રાંગા અને’ જામનગરના ખંભાળિયા રોડ પર અંધાશ્રમ પાસે રહેતા અનિલ રાણાભાઇ બંધિયાની ધરપકડ કરી હતી.


Related News

Loading...
Advertisement