સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ છુટાછવાયા વરસાદનો સંકેત

14 July 2020 11:26 AM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ છુટાછવાયા વરસાદનો સંકેત

સવાર સુધીમાં અનેક સ્થળે ઝાપટાથી 0.5 ઇંચ, અન્યત્ર સાડા ચાર ઇંચ સુધી મેઘ મહેર બાદ આકાશમાં વાદળા છવાયા

રાજકોટ તા.14
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલુ સપ્તાહમાં હજુ બે દિવસ છુટા છવાયા વરસાદનો દૌર ચાલુ રહ્યા બાદ ગુરૂવારથી સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી સાથે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, સોમનાથ, દિવ જિલ્લામાં જોર વધુ રહેવાની આગાહી વચ્ચે આજે સવારે પુરા થતા 14 કલાક દરમિયાન વધુ હળવા ભારે ઝાપટાથી લઇ કેટલાક સ્થળે નોંધપાત્ર ઝાપટાથી સવા ચાર ઇંચ સુધી મેઘ મહેર નોંધાઇ હતી.

ગયા સપ્તાહના અંતિમ દિવસોથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલતા છુટા છવાયા વરસાદના દૌરમાં ગઇકાલે પણ સવારથી મેઘાવી માહોલ બાદ રાત્રીના 10 વાગ્યા સુધીમાં મોટા ભાગના વિસ્તારમાં ભારે મેઘાવી માહોલ વચ્ચે છુટાછવાયા ઝાપટાથી અડધો ઇંચ જયારે અમુક સ્થળે એક ઇંચથી સવા ચાર ઇંચ સુધી ધોધમાર વરસાદ વરસી ગયાના વાવડ વચ્ચે સતત મેઘાવી માહોલથી ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે.

તેવા સમયે હજુ બે દિવસ છુટોછવાયો વરસાદ ચાલુ રહ્યા બાદ સપ્તાહના અંત સુધીમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સોમનાથ, દિવ, પોરબંદર જેવા જિલ્લામાં ભારેથી અતિ ભારે જયારે અન્યત્ર સાર્વત્રિક હળવા મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ
રાજકોટમાં ગઇકાલે સવારથી ધૂપછાંવનો માહોલ બની રહ્યા બાદ બપોરના સમયે જોરદાર મેઘાવી માહોલ બનતા દિવસે સાંજ જેવુ વાતાવરણ બની ગયું હતું. પરંતુ અમુક વિસ્તારમાં છાંટા પડયા બાદ માહોલ વિખેરાઇ ગયો હતો. બાદ આજે વહેલી સવારથી જ સ્વચ્છ હવામાન બાદ આ લખાઇ રહ્યું છે તેવા સમયે વાદળા છવાઇ ગયા હતા. તો રાત સુધી આજે વધુ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઢાંકમાં બે ઇંચ
ઉપલેટા તાલુકાના ઢાંકમાં તા.20ને સોમવારના બપોરબાદ વરસાદ શરૂ થતા 2 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકશાનનો ભય જોવા મળે છે.

વાંકાનેરમાં બે ઇંચ
વાંકાનેરમાં ગઇકાલે સાંજ સાડા પાંચેક વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે બે કલાક ચાલુ રહેતા 49 મીમી બે ઇંચ વરસાદ પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સાવરકુંડલામાં એક ઇંચ
સાવરકુંડલામાં ગઇકાલે આભમાંથી મેઘરાજાનું જોરદાર આગમન લગભગ એકાદ કલાક તડામાર વરસાદ તૂટી પડતાં રસ્તાઓ ઉપર પાણીની રેલમછેલ ઉડી. લોકો પણ આ વરસાદી માહોલમાં ખૂબ ખૂશખુશાલ જોવા મળ્યાં અને એક ઇંચ વરસાદ પડી ગયો હતો.


Related News

Loading...
Advertisement