રાજકોટ સિવિલમાં આજે વધુ પાંચના મોત : સોરઠમાં કોરોનાનો હાહાકાર

14 July 2020 11:18 AM
Rajkot Saurashtra
  • રાજકોટ સિવિલમાં આજે વધુ પાંચના મોત : સોરઠમાં કોરોનાનો હાહાકાર

સુરેન્દ્રનગર અને જસદણના વૃઘ્ધાનું મૃત્યુ : રતનપરના વૃઘ્ધે પણ દમ તોડયો : ઉપલેટાની યુવતીનો રિપોર્ટ બાકી : જૂનાગઢ જિલ્લામાં એક દિવસમાં સૌથી વધુ 48 કેસ નોંધાયા : રાજકોટ, અમરેલી, કચ્છ, ગીર સોમનાથ જિલ્લા સહિત ફરી 24 કલાકનો આંકડો બસ્સો ઉપર

રાજકોટ તા.14
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના બેકાબુ બનીને દોડી રહ્યો છે. ગઇકાલે સોમવારે પણ એક જ દિવસમાં જૂનાગઢ જિલ્લામાં 48 સહિત વધુ 207 કેસ નોંધાયા હતા. તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લાના બે સહિત પાંચ વ્યકિતના કોરોના વોર્ડમાં મૃત્યુ થયા છે. જેમાં એકનો રિપોર્ટ આવવાનો બાકી છે. રાજકોટ શહેરમાં ગઇકાલે 21 સહિત જિલ્લામાં 33 કેસ ગઇકાલે નોંધાયા હતા. બાદ આજે જિલ્લાના કોટડાસાંગાણીમાં એક કેસ નોંધાયો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે કોરોનાના કારણે સુરેન્દ્રનગરના લીંબડીના ઉતારામાં રહેતા સુશીલાબેન હરીલાલ શેઠ (ઉ.વ.75) અને જસદણના શરીફાબેન જમાલભાઇ (ઉ.વ.60)ના કોરોનાના કારણે મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે. તો ઉપલેટાના ઢાંક ગામના પાયલબેન જગુભાઇ માંકડ (ઉ.વ.20)નું રિપોર્ટ આવે એ પહેલા જ મૃત્યુ થયું છે.

આ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપરમાં રહેતા ગોવિંદભાઇ દાનાભાઇ સોલંકી (ઉ.વ.80) નામના વૃઘ્ધનું પણ કોરોનાના કારણે મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે.

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં વધુ 48 નવા પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં જૂનાગઢ સીટી-13, જૂનાગઢ ગ્રામ્ય-7, વંથલી-7 અને વિસાવદર-11 મળી કુલ 48 કેસ સાથે કુલ આંક 345 થયો છે. હાલ 143 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 7 મૃત્યુ નોંધાયા છે.

અમરેલી જિલ્લો
અમરેલી જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 29 કેસ સામે આવ્યા છે. આજ સુધીમાં સૌથી વધુ એક સાથે 29 કેસ આવ્યા હોય, જો આ ઝડપે કેસ આવે તો અમરેલીમાં હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડે તેવી હાલત સર્જાઇ તેવી શક્યતા છે. અગાઉ 17 કેસ આવ્યા હતા અને ગઇકાલે બમણા થયા છે.

અમરેલી જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે 11 મોત થયા બાદ રાત્રીના કોરોના ની સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. ધારીના સરદાર નગર વિસ્તારમાં રહેતા અને આઠમી જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે 65 વર્ષના કુંવરબેન વલ્લભભાઈ કટકિયા નું અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલ માં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. દામનગર તાલુકાના કાચરડી ગામ ના તારીખ 6 ના દાખલ કરાયેલા 72 વર્ષના ડાહીબેન કરસનભાઈ ભાટી નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. આ સાથે અમરેલી જિલ્લામાં કોરોના થી મૃત્યુ આંક 14 થયો છે.

ગોમટા મોત
ગોંડલના ગોમટા ગામે કોરોના પોઝિટિવમાં વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કોરોના ને કારણે વૃધ્ધ હંસરાજભાઈ કનેરયા નું મોત નીપજ્યું હતું. મૃતક હંસરાજભાઈ હરીભાઈ કનેરીયાનો 8 દિવસ પહેલા રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.ગોંડલ પંથકમાં કોરોનાના કેસમાં પ્રથમ મૃત્યુંનો બનાવ બન્યો છે.મૃતક ગોમટા જૂથ સેવા સહકારી મંડળીના ચાલું કારોબારી સદસ્ય હોવાની વિગતો જાણવાં મળે છે.

પોઝીટીવ
ગોંડલના કૃષ્ણનગર હાઉસીંગ બોર્ડ પાસે રહેતા રમેશભાઇ સવજીભાઇ પદમાણી (ઉ.વ.39)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં 58 વર્ષીય મહિલા, બરવાળા તાલુકામાં 20 વર્ષીય મહિલાને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ઉપરોકત બંને વિસ્તારને સેનેટાઇઝ કરી દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં 39 કેસ એકટીવ છે. જયારે 92 દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા આપવામાં આવેલ છે. તેમજ પાંચ દર્દીના મોત પામેલ છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લાોમાં કોરોનાનું સંક્રમણ વઘી રહેલ છે અને ગઇ કાલે જીલ્લામાં તાલાલા તાલુકામાં એક તથા સુત્રાપાડા તાલુકામાં બે સહિત વઘુ સાત કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. જીલ્લાોમાં આજ સુઘીમાં કોરોનાના કુલ 161 સુધી આંકડો પહોચેલ છે. જેમાંથી 68 એકટીવ કેસ છે અને 88 દર્દી સ્વવસ્થા થઇ ગયા છે. જયારે પાંચ મૃત્યુુ નીપજેલ છે.

તાલાલા તાલુકાના રાતીધાર ગામે પટેલ શેરીમાં 44 વર્ષના પુરૂષ તેમજ સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે વાડી વિસ્તારના 30 વર્ષનો પુરૂષ અને સુત્રાપાડાના લાટી ગામે મેઘજીનાથ મંદિર પાસે 18 વર્ષની યુવતી નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. આ ત્રણ કેસોના દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી મેળવવા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરેલ છે. તે બાદ ઉનાના ઉંટવાડા અને પસવાળા ગામેથી અનુક્રમે ત્રણ અને એક નવા કેસ નોંધાયા હતા.

રાજકોટની હોસ્પીટલમાં ધ્રોલ કોરોના પોઝીટીવ દર્દીનું મોત
રાજકોટની સીવીલ હોસ્પીટલમાં કોરોના કાળચક્ર કરી રહ્યુ હોય તેમ વધુ એક દર્દીનું મોત નિપજયુ હતું. અસલમ ઈસ્માઈલ ડોસાની નામના 58 વર્ષીય પ્રૌઢે સારવાર દરમ્યાન દમ તોડયો હતો.


Related News

Loading...
Advertisement