કોરોનાથી બચવા લોકો બેબાકળા: રોગપ્રતિકારક દવાઓની માંગમાં ધરખમ વધારો

14 July 2020 11:16 AM
Ahmedabad Gujarat
  • કોરોનાથી બચવા લોકો બેબાકળા: રોગપ્રતિકારક દવાઓની માંગમાં ધરખમ વધારો

આમળા, તુલસી, મધવાળી પ્રોડકટ્સ, ન્યુટ્રીશનલ પીણાઓ અને વિટામીનની ગોળીઓનું રોકેટ ઝડપે વેચાણ

અમદાવાદ તા.13
કોવિડ મહામારીના વખતમાં સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા મથતા ગુજરાતના મોટા શહેરોમાં રહેતા લોકોએ ઈમ્યુનીટી બુસ્ટર્સ અને ન્યુટ્રીશનલ ડ્રીન્કસની માંગ વધારી છે. રિટેલ અને ક્નઝયુમર ઈનવાયરલ રિપોર્ટ મુજબ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોના કેમીસ્ટોના 80% ગ્રાહકોએ જૂનમાં રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી દવાઓ ખરીદી હતી. એ જ રીતે 70% ગ્રાહકોએ આ ગાળામાં હેલ્થ ડ્રિન્કસ ખરીદ્યા હતા.

દેશના 33 મોટા શહેરોના 1000 કેમીસ્ટોની ખરીદીના બિલના આધારે આખા ભારતમાં સર્વે કરી પ્રોન્યો ક્ધસલ્ટન્સએ આ રિપોર્ટ જારી કર્યો છે. સર્વેમાં ગુજરાતના 4 શહેરો અને 150 કેમીસ્યો આવરી લેવાયા હતા.

પ્રોન્ટો ક્નસલ્ટન્ટસના સ્થાપક અને મેનેજીંગ ડીરેકટર ડો. હરી નટરાજને જણાવ્યું હતું કે, ચ્યવનપ્રાશ, મોરીંગા, ગ્રીન ટી અને આમળા, તુલસી, હલ્દી, મધ, આદુ અને લેમનગ્રાસ સામેની પ્રોડકટસની માંગ માર્ચ-એપ્રિલથી જોરદાર રહી છે.

ડો. નટરાજને જણાવ્યું હતું કે પ્રોટીન ડ્રિન્કસ, મોસ્ટ બેસડ, ડ્રિન્ક, હલ્દી-દૂધ, પ્રોબામોટીક ડ્રિન્ક તેમજ નાળીયેરના પાણી જેવી પ્રોડકટસ પણ બહોળા પ્રમાણમાં ખરીદવામાં આવી હતી અને બિમારીથી મુક્ત હોવાની ઈચ્છાના કારણે લોકોએ આવી આઈટેમ્સની ખરીદી વધારી છે.

મેડકાર્ટના સ્થાપક-ડિરેકટર અંકુર અગરવાલે જણાવ્યું હતું કે, ઈમ્યુનીટી વધારતી દવાઓની માંગ પણ નોંધપાત્ર ઘટી છે. વિટામીન સી,ડી,એ અને બી કોમ્પ્લેકસની માંગ વધારી છે. એપ્રિલલથી જૂન દરમિયાન અમારા સ્ટોરમાં આવી પ્રોડકટસનું વેચાણ પાંચ ગણું વધ્યું છે.

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટલ એન્ડ ડ્રગીસ્ટના અધ્યક્ષ અલ્પેશ પટેલના જણાવ્યા મુજબ મોટાભાગના લોકોએ ઈમ્યુનીટી વધારતી દવાઓ, મુખ્યત્વે વિટામીનનો 60 દિવસનો સ્ટોક કરી લીધો છે અને આ ટ્રેન્ડ હજુ ચાલુ છે.

એકમેકના મોઢેથી અપાતી સલાહ વધુ લોકોને આવી પ્રોડકટસ ખરીદવા પ્રેરી રહી છે.


Related News

Loading...
Advertisement