400 અબજ ડોલરની ભાગીદારી સાથે ચીનની ઈરાનમાં એન્ટ્રી: ચાબહાર પોર્ટથી અફઘાન સુધીના રેલપ્રોજેકટમાં ભારતને બહાર કરતું તહેરાન

14 July 2020 11:10 AM
India World
  • 400 અબજ ડોલરની ભાગીદારી સાથે ચીનની ઈરાનમાં એન્ટ્રી: ચાબહાર પોર્ટથી અફઘાન સુધીના રેલપ્રોજેકટમાં ભારતને બહાર કરતું તહેરાન

મોદીની હાજરીમાં કરાર થયો હતો: ભારત ફંડીંગ અને કામ શરૂ કરવામાં વિલંબ કરતું હોવાનો આક્ષેપ

નવી દિલ્હી તા.14
ચાબહાર બંદરેથી અફઘાનીસ્તાનની સરહદે આવેલા ઝોહેદાન સુધી રેલલાઈન બાંધવા ભારત સાથે કરાર કર્યાના 4 વર્ષ બાદ ઈરાનની સરકારે ભારતના પક્ષે નાણાં આપવામાં અને પ્રોજેકટ શરૂ કરવામાં વિલંબનું કારણ આપી પોતાના જોરે બાંધકામ શરુ કરવા નિર્ણય લીધો છે.

ગત સપ્તાહે ઈરાનના પરિવહન અને શહેરી વિકાસ પ્રધાન મોહમ્મદ ઈસ્લામીએ 628 કીમી ચાબહાર- ઝોહેદાન લાઈન માટે પાટા નાખવાના કામનું ઉદઘાટન કર્યું હતું. આ રેલ્વેલાઈન અફઘાનીસ્તાનમાં મીટરોજ સુધી લંબાવવામાં આવશે. ઈરાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ચ 2020 સુધીમાં પ્રોજેકટ પુરો કરાશે અને ભારતની મદદ વગર ઈરાનીયન રેલવે ઈરાનીયન નેશનલ ડેવલપમેન્ટ ફંડમાંથી 40 કરોડ ડોલરનો ઉપયોગ કરશે.

ઈટાનિયન રેલવેઝ અને ભારતની ઈન્ડીયન રેલવેઝ કન્સ્ટ્રકશન લીમીટેડ વચ્ચે આ પ્રોજેકટની ચર્ચા ચાલી રહી હતી. અફઘાનીસ્તાન અને મધ્ય એશિયાના વૈકલ્પિક વેપાર માર્ગ બાંધવા ભારત, ઈરાન અને અફઘાનીસ્તાન વચ્ચે ત્રિપક્ષી સમજુતી થઈ હતી, અને એના ભાગરૂપે આ રેલ્વેલાઈનનું નિર્માણ થનારું છે.

મે 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈરાનના પ્રમુખ રૂહાની અને અફઘાનીસ્તાનના પ્રમુખ ઘાની સાથે ચાબહાર સમજુતી પર સહી કરવા તહેરાનની મુલાકાત વખતે ઈરકોનએ ઈરાનિયન રેલ મંત્રાલય સામે એમઓયુ કર્યા હતા. ઈરકોનએ તમામ સેવાઓ, સુપર સ્ટ્રકચર વર્ક અને 1.6 અબજ ડોલર જેટલું ધીરાણ કરવા ખાતરી આપી હતી.

ઈરકોનએ ઈજનેરોની કેટલીયવાર મુલાકાત અને ઈરાનિયન રેલવેની તૈયારી છતાં ભારતે કયારેય કામ શરૂ કર્યું નહોતું. અમેરિકી પ્રતિબંધોની ચિંતાએ કદાચ ભારતે કામ શરૂ કર્યું નહોતું. અમેરિકાએ ચાબહાર પોર્ટ અને ઝાહેદાન સુધીની રેલલાઈન માટે પ્રતિબંધોમાંથી મુક્તિ આપી હતી, પણ અમેરિકા નિશાન બનાવશે તેવી ચિંતાની ઈકિવપમેન્ટ સરંજામ પુરો પાડતા સપ્લાયર્સ અને ભાગીદારો શોધવા મુશ્કેલ હતા. ભારતે અમેરિકી પ્રતિબંધોના કારણે ઈરાનથી તેલની આયાત પણ લગભગ બંધ કરી છે.

આ મામલે એક અધિકારીએ એટલી જ પ્રતિક્રિયા આપી હતી કે કદાચ મોડેથી આ પ્રોજેકટમાં જોડાશે. દરમિયાન મામલો વધુ ગુંચવણભર્યો બનાવતા ઈરાન અને ચીન 25 વર્ષના સ્ટેટેજીક પાર્ટનરશીપ કરાર કરવાના આરે છે. એમાં ચાબહાર ડયુટી ફ્રી ઝોન અને નજીકની ઓઈલ રિફાઈનરીમાં ચીન સામેલ થો. સંભવત ચાબહાર પોર્ટમાં ચીનને મોટી ભૂમિકા પણ મળશે. 400 અબજ ડોલરની આ ભાગીદારીથી ભારતની અફઘાનીસ્તાન અને મધ્ય એશિયા સુધ વેપાર માર્ગ તૈયાર કરવાથી અને વેપાર વધારવાથી યોજનાને ફટકો પડશે.


Related News

Loading...
Advertisement