રાજકોટ-મોરબીમાં અનેક ગુન્હાઓને અંજામ આપી નાસતો ફરતો આરોપી ઝડપાયો

14 July 2020 11:10 AM
Gondal
  • રાજકોટ-મોરબીમાં અનેક ગુન્હાઓને અંજામ આપી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ગોંડલ પોલીસે પાર પાડયુ ઓપરેશન : તપાસનો ધમધમાટ

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.14
રાજકોટ -મોરબીમાં અનેક ગુન્હા ને અંજામ આપી નાશતા ફરતા આરોપીને ગોંડલ પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના તથા મોરબી મા મારામારી કરી ગંભીર ઇજા પહોચાડી મોરબી બી ડીવીઝનના ગુન્હામા છેલ્લા સાતેક માસ થી નાસતા ફરતા આરોપીને ગોંડલ સર્વેલન્સ સ્ટાફની ટીમે જડપી લઇ કાયઁવાહી કરી હતી.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ડીવાયએસપી પી. એ. ઝાલા તરફ થી રાજ્યમા અલગ અલગ ગુન્હા આચરી ને નાસતા ફરતા આરોપી ઓને પકડી પાડવા આપેલ સુચના અન્વયે પીઆઇ એસ. એમ. જાડેજા ના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફ ના પો.હેડ.કોન્સ. જયદિપસિંહ ખુમાનસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. જયસુખભાઇ જગાભાઇ ગારાભંડીયા ને સંયુકતરીતે ખાનગી રાહે બાતમી મળેલ કે રાજકોટ ડી.સી.બી. પો.સ્ટે. ના પ્રોહીબીશન ના ગુન્હા મા તથા મોરબી બી ડીવીઝન પો.સ્ટે.ના મારા મારી ના ગુન્હામા છેલ્લા સાતેક માસથી ગુન્હો કર્યાબાદથી નાસતો ફરતો આરોપી સલીમ ઉર્ફે સલીયો કરીભાઇ કાથરોટીયા રહે.મોરબી રોડ સાળા નં.77 પાસે રાજકોટ વાળો ગોંડલ વોરાકોટડા રોડ પર આવેલ આવાસ ના કવાટર મા આવે છે.

આ હકીકત ના આધારે સર્વેલન્સ સ્ટાફે વોચ મા રહી આરોપી ને જડપી પાડી ને ગોંડલ સીટી પો.સ્ટે. સી.આર.પી.સી.કલમ 41(1) આઇ મુજબની ધોરણસર કાર્યવાહી કરી હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement