પોરબંદરમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પૈકી એક કન્ફર્મ તથા બે શંકાસ્પદ પોઝીટીવ

14 July 2020 11:08 AM
Porbandar
  • પોરબંદરમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પૈકી એક કન્ફર્મ તથા બે શંકાસ્પદ પોઝીટીવ

(બી.બી. ઠકકર)
રાણાવાવ તા. 14
પોરબંદરમાં અનલોક-2 દરમિયાન દિવસે-દિવસે કોરોનાના કેસ કુદકે ને ભુસકે વધી રહયા છે ત્યારે ખીજડીપ્લોટ નજીક રહેતા એક જ પરિવારના 3 સભ્યો પૈકી એક નો રીપોર્ટ કન્ફોર્મ પોઝીટીવ આવ્યો છે જયારે તેના પરિવારના બે સભ્યો અને અન્ય એક મળી 3 ના શંકાસ્પદ પોઝીટીવ આવતા જામનગર રીકન્ફર્મેશન માટે સ્વોબ સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

પોરબંદરમાં કુલ 63 સેમ્પલો લેવાયા હતા જેમાંથી 59 નેગેટીવ આવ્યા હતા જયારે ખીવડીપ્લોટમાં મામાદેવના મંદિર નજીક રહેતા અશોક જેન્તીભાઇ વારા નામના 51 વર્ષીય વ્યકિતનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે,તેમના પત્ની જયોત્સનાબેન અને પુત્ર વિમલને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને પણ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેનો રીપોર્ટ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે જે જામનગર રીકન્ફર્મેશન માટે મોકલવામાં આવ્યા છે તે ઉપરાંત અન્ય એક યુવાનનો પણ કોરોના શંકાસ્પદ આવ્યો છે. આમ કુલ 3 કોરોના શંકાસ્પદ પોઝીટીવ અને એક કન્ફર્મ પોઝીટીવ જાહેર થયા છે ત્યારે પોરબંદર શહેરમાં લોકજાગૃતિ જરૂરી છે.

એક જ પરિવારના જે 3 લોકોના કોરોના શંકાસ્પદ અને પોઝીટીવ જાહેર થયા છે આ પરિવાર થોડા દિવસ પહેલા કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતા મહેશ પરમાર નામના કોરોના પોઝીટીવ યુવાના સંપર્કમાં આવ્યા હતા અને તેમને ત્યાં ઘરે જમવા ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોરબંદરમાં દરરોજ વધતા જતાં કોરોનાના કેસના સંક્રમણને અટકાવવા લોકજાગૃતિ ખુબ જ જરૂરી બની ગઇ છે.


Loading...
Advertisement