રાજસ્થાનમાં ગેહલોતને બહુમતી પુરવાર કરવા પાઈલોટનો પડકાર

14 July 2020 11:07 AM
India
  • રાજસ્થાનમાં ગેહલોતને બહુમતી પુરવાર કરવા પાઈલોટનો પડકાર

ફરી મુખ્યમંત્રીના નિવાસે ધારાસભ્યોની બેઠક શરૂ: મુખ્યમંત્રી અશોક ગેહલોટની આજની બેઠકમાં પણ પાઈલોટ જુથહાજર નહિં રહે: સરકાર સલામતમાં છે: વિધાનસભા બોલાવવા માંગ

જયપુર તા.14
રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં મુખ્યમંત્રી અશોક ગેહલોટ તથા નાયબ મુખ્યમંત્રી સચીન પાયલોટ વચ્ચેની રાકીય લડાઈ હવે ફાઈટ ટુ ફીનીશ બાજુ જઈ રહી હોવાના સંકેત છે.

બળવાખોર-માહોલ બનાવનાર નાયબ મુખ્યમંત્રી સચીન પાયલોટને મનાવવા કોંગ્રેસ મોવડી મંડળે છેલ્લા 24 કલાકમાં ભારે પ્રયાસો કર્યા હતા પણ છેલ્લા અહેવાલ મુજબ પાયલોટ હવે સમાધાનનાં મૂડમાં નતી અને આજે સવારે ફરી એક વખત જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોટે પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી છે અને તેમાં સચીન પાયલોટ તથા તેમનાં જુથના ધારાસભ્યોને પણ હાજર રહેવા આમંત્રણ આપ્યુ છે.

પાઈલોટે ફરી એક વખત આ આમંત્રણ નકારીને હવે નિર્ણાયક સ્થિતિ બનાવી છે. પાયલોટ જુથનો દાવો છે કે ગેહલોટ સરકાર અલ્પ મતમાં છે અને તેથી વિધાનસભામાં બળાબળનાં પારખા થવા જોઈએ. ગઈકાલે પાઈલોટ જુથે આ અંગે એક વિડીયો રીલીઝ કરીને બહુમતી સાબિત કરવા ગેહલોટને પડકાર ફેંકયો છે પાઈલોટ જુથ પાસે ખરેખર કેટલા ધારાસભ્ય છે તે અંગે સસ્પેન્સ છે.

પણ એક સંકેત મુજબ 20 જેટલા ટેકેદારો છે.જોકે પાઈલોટ જુથ 30 ધારાસભ્યોનો દાવો કરે છે તો બીજી તરફ ગેહલોટ જુથે પૂર્ણ બહુમતી હોવાનો અને 104 ધારાસભ્યો તેની સાથે હોવાનો દાવો કર્યો છે હવે આજે ગેહલોટની બેઠક જે કેન્દ્રીય નિરિક્ષકોની હાજરીમાં યોજાવાની છે તેમાં ધારાસભ્યોની હાજરી અંગે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.


Related News

Loading...
Advertisement