‘ઇતિહાસ’ સોફટવેરથી કોરોના કેસની હિસ્ટ્રી શોધી સંક્રમણ તોડવાનો પ્લાન : જયંતિ રવિ

14 July 2020 11:05 AM
Rajkot
  • ‘ઇતિહાસ’ સોફટવેરથી કોરોના કેસની હિસ્ટ્રી શોધી સંક્રમણ તોડવાનો પ્લાન : જયંતિ રવિ
  • ‘ઇતિહાસ’ સોફટવેરથી કોરોના કેસની હિસ્ટ્રી શોધી સંક્રમણ તોડવાનો પ્લાન : જયંતિ રવિ
  • ‘ઇતિહાસ’ સોફટવેરથી કોરોના કેસની હિસ્ટ્રી શોધી સંક્રમણ તોડવાનો પ્લાન : જયંતિ રવિ

ડોર-ટુ-ડોર સર્વેલન્સ : ધન્વતરી રથથી ગામેગામ નિદાનની સ્ટ્રેટજી : ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા : ત્રિસ્તરીય પ્રયોજન : ‘રીવર્સ કવોરેન્ટાઇન’ હેઠળ વડીલો અને બિમારોને ઘરમાં જ કવોરેન્ટાઇન : આરોગ્ય ખાતાની કામગીરીની વિગતો મેળવતા સચિવ : તમામ મુદ્દે સમીક્ષા કરી

રાજકોટ તા.14
રાજકોટ શહેર-જિલ્લામાં ઇતિહાસ સોફટવેરની મદદથી કોરોના કેસોની હિસ્ટ્રી શોધી કાઢી સંક્રમણ તોડવાનો પ્લાન અમલી કરવામાં આવ્યો છે. વડીલો-બિમાર વ્યકિતઓને રીવર્સ કવોરેન્ટાઇન સિસ્ટમ હેઠળ ઘરમાં જ રાખી સારવાર આપવાની પઘ્ધતિ સફળ થઇ છે તે અમલી કરાશે. તેવુ ગઇકાલે સાંજે જામનગરથી રાજકોટ દોડી આવેલા રાજય સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું.

રાજકોટ કલેકટર કચેરી ખાતે શહેર અને જિલ્લાના ટોચના અધિકારીઓ સાથે કોરોના સંક્રમણ, વધતા જતા કેસો સંદર્ભે યોજેલી સમીક્ષા બેઠકમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ કોરોના કેસોને અપાતી સારવાર, સંક્રમણ અટકાવવાની કામગીરી, ટેસ્ટીંગ-દવા-સારવાર સહિતના વિવિધ મુદે સમીક્ષા બેઠક કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના પર કાબુ મેળવવા ખાસ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું. જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર સર્વેલન્સ, જેમાં કોઈ ચિન્હો જણાય તો તેમને સારવાર, ધન્વંતરિ રથ દ્વારા ગામેગામ લોકોનું પરીક્ષણ અને નિદાન તેમજ ઈતિહાસ સોફ્ટવેરની એપ દ્વારા વિવિધ સ્પોટ નક્કી કરી કેસ હિસ્ટ્રી પરથી કોરોના સંક્રમણ ઘટાડવા ખાસ એક્શન લેવા અંગે વિવિધ પગલાંઓ અમલી બનાવ્યા છે. જેમાં જાગૃતિ, સંક્રમણને અટકાવવાના પગલાં તથા સંક્રમીતોને ત્વરીત સારવાર એમ ત્રણ સ્તરીય કામગીરી કરી કારોના સંક્રમણને નાથવાની પ્રયોજના અમલી બનાવી છે.

શ્રીમતી રવિએ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને માનવ સંસાધન પર ખાસ ભાર મૂકી જરૂરી માહિતી મેળવી હતી. તેમણે રિવર્સ કવોરેન્ટીન કોન્સેપટ અંગે ખાસ ધ્યાન દોરી જણાવ્યું હતું કે, ઘરમાં મોટી ઉંમરના તેમજ ગંભીર રોગ ધરાવતા લોકોને ઘરમાં જ કવોરેન્ટીન કરવા ખાસ ભાર મુક્યો હતો. આ ઉપરાંત હોમ આઇસોલેશન થકી માઈક્રો અને મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે બેઠા જ સારવાર મેળવી શકશે. તેઓએ ઓક્સીમિટર ડિસવાઈસ દ્વારા ઓક્સિજન લેવલ થકી સંક્રમિત વ્યક્તિને ઓળખી કાઢવામાં સરળતા રહેતી હોઇ દરેક સર્વેલન્સ ટીમ ઓકસીમીટર સાથે રાખી કાર્ય કરે તેમ સુચવ્યું હતું.

અગ્ર સચિવએ હાલ રાજકોટ ખાતે સરકારી તેમજ પ્રાયવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી તથા જરૂરીયાત અન્વયે વધારે બેડની સુવિધા વધારાશે તેમ જણાવ્યું હતું. હાલ 770 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે તથા 950 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વધારાના વેન્ટીલેટર અને અન્ય માળખાકીય તથા સાધનીક સુવિધા ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવી હતી.

આ તકે શ્રીમતી જંયતી રવિએ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પ્રથમ કેસ આવ્યા ત્યારથી આજદિન સુધી કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. ઉપરાંત લોકોને વધુને વધુ જાગૃત રહેવા અને સાવચેતીના માર્ગદર્શક પગલાને અનુસરવા અપીલ કરી હતી.

આ પ્રંસગે કલેકટર રેમ્યા મોહન, ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા,નિવાસી અધિક કલેકટર પરીમલ પંડયા, મેડીકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ, લાયઝન અધિકારી ડો. દિનકર રાવલ, ડો. રૂપાલી મહેતા, ડો. મનીષ મહેતા, ડો. મિતેષ ભંડેરી, ડો. રિંકલ વિરડીયા, ડો. શોભા મિશ્રા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement