ન્યારી સહીત વધુ 9 જળાશયોમાં નવા નીરની થયેલી આવક

14 July 2020 10:54 AM
Rajkot
  • ન્યારી સહીત વધુ 9 જળાશયોમાં નવા નીરની થયેલી આવક

રાજકોટ જિલ્લાનાં 25 જળાશયોમાં 53 ટકાથી વધુ જળસંગ્રહ થઈ ગયું

રાજકોટ તા.14
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં 9 જળાશયોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન નવા નીરની સામાન્ય આવક થવા પામી છે.આ અંગે રાજકોટ ફલડ સેલનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ જીલ્લાનાં આજી-3માં 0.26 ફુટ, ન્યારી-1માં 0.16 ફૂટ, છાપરવાડી-2માં પોણો ફુટ અને ભાદર-2માં એક ફૂટ નવા પાણીની આવક થવા પામી છે.

આ ઉપરાંત મોરબી જિલ્લાનાં 4 ડેમોમાં પણ નવા પાણીની થોડી આવક થઈ છે. જેમાં મચ્છુ-1માં 0.13 ફુટ, ડેમી-1માં 0.13 ફુટ, ડેમી-2માં 0.16 ફુટ અને મચ્છુ-3માં 0.10 ફુટ, નવા પાણીની આવક થવા પામી છે.

જયારે દ્વારકા જિલ્લાનાં વર્તુ-2માં 0.03 ફુટ નવા પાણીની આવક થવા પામી છે.દરમ્યાન ઉલ્લેખનીય બાબત એ છે કે રાજકોટ જિલ્લાનાં 25 જળાશયોમાં આજની સ્થિતિએ 53.45 ટકા જળસંગ્રહ થઈ ગયું છે અને 3 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે અને 4 ડેમોમાં 80 થી 90 ટકા પાણી આવી ગયું છે.


Related News

Loading...
Advertisement