મુંબઈ-દક્ષિણ ગુજરાત માટે ફરી ભારે-અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

14 July 2020 10:27 AM
Gujarat India
  • મુંબઈ-દક્ષિણ ગુજરાત માટે ફરી ભારે-અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

મુંબઈ તા.14
ચોમાસું સિસ્ટમ સક્રિય થવા સાથે વરસાદના નવા રાઉન્ડની તૈયારી વચ્ચે મુંબઈ તથા દ.ગુજરાત માટે હવામાન ખાતાએ ફરી ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

હવામાન વિભાગનાં કહેવા પ્રમાણે મુંબઈ તથા આસપાસનાં વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. આવતીકાલે જોર વધી જશે અને ભારેથી અતિભારે વરસાદ શકય છે. સોમવારે થાણેમાં ભારે વરસાદ થયો હતો. ત્રણેક દિવસ ભારે વરસાદ બાદ વિક એન્ડમાં જોર ધીમુ પડશે.

હવામાન ખાતાનાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ કે.એસ.હોસલીકરે કહ્યું કે, મુંબઈ, થાણે, પાલઘર, સહિતના ભાગોમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે. થાણે, બરોલી, નવી મુંબઈ, અંધેરી, મુલુંડ જેવા ભાગોમાં બે થી અઢી ઈંચ વરસાદ થયો જ છે. મહાનગર મુંબઈમાં અત્યાર સુધીમાં 42 થી 45 ઈંચ સુધીનો વરસાદ થઈ ગયો છે.


Related News

Loading...
Advertisement