ગીર ગઢડામાં મેઘ સવારી આવી : ૪ કલાકમાં ૪ ઇંચ ગીરગઢડાના ખીલાવડ ગામે પૂરમાં કાર તણાઇ, ચાલકનો બચાવ

14 July 2020 01:08 AM
Veraval Saurashtra
  • ગીર ગઢડામાં મેઘ સવારી આવી : ૪ કલાકમાં ૪ ઇંચ
ગીરગઢડાના ખીલાવડ ગામે પૂરમાં કાર તણાઇ, ચાલકનો બચાવ
  • ગીર ગઢડામાં મેઘ સવારી આવી : ૪ કલાકમાં ૪ ઇંચ
ગીરગઢડાના ખીલાવડ ગામે પૂરમાં કાર તણાઇ, ચાલકનો બચાવ

ઉનામાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદથી રોડ-રસ્તાઓ નદી બન્યા

રાજકોટ
સૌરાષ્ટ્રમાં આજે અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો પરંતુ ગીર ગઢડાના બાબરીયામાં મેઘ સવારી આવી હોય તેમ ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડ્યો હતો. તાલુકાના ખીલાવડ ગામે પૂરના પાણીમાં કાર તણાઇ હતી જોકે, કારચાલકનો બચાવ થયો હતો. જ્યારે પૂરના પાણીમાં એક બળદગાડુ ખેડૂત સાથે તણાતા બચ્યું હતું. ગીર ગઢડામાં 3 ઇંચ, સંખડામાં અઢી ઇંચ, ઉમેજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ અંબાડા અને ધોકડવા સહિત સમગ્ર નાઘેર પંથકમાં 2થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

બીજીતરફ ઉનાના ખાપ ગામે 3 કલાકમાં 3 ઇંચ વરસાદથી પડતા રોડ-રસ્તાઓ નદી બન્યા હતા. વેરાવળની મુખ્ય બજારમાં જર્જરિત મકાનનો રવેશ ધડાકાભેર ધરાશાયી થયો હતો જેમાં બે બાઇક દટાયા હતા. સારા વરસાદના પગલે પંથકના ખેડૂતોમાં ખુશી છવાઈ છે.


Related News

Loading...
Advertisement