ઉદ્યોગોનાં વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવા પણ સરકાર કટીબઘ્ધ : મુખ્યમંત્રી રૂપાણી

13 July 2020 06:57 PM
Ahmedabad Gujarat
  • ઉદ્યોગોનાં વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવા પણ સરકાર કટીબઘ્ધ : મુખ્યમંત્રી રૂપાણી
  • ઉદ્યોગોનાં વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવા પણ સરકાર કટીબઘ્ધ : મુખ્યમંત્રી રૂપાણી

ગાંધીનગરથી જીઆઇડીસીની ઉદ્યોગલક્ષી વિવિધ યોજનાઓનું ઇ-લોકાર્પણ : ટંકારાનાં છત્તર-મિત્તાણા જીઆઇડીસીમાં 127 પ્લોટ ફાળવણીનો ઓનલાઇન ડ્રો

ગાંધીનગર તા.13
રાજ્યમાં ઉદ્યોગોના વિકાસની સાથેસાથે પર્યાવરણના જતન માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પર્યાવરણના ભોગે રાજ્યનો વિકાસશક્ય નથી. GIDCમાં ઉદ્યોગોના વપરાયેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના બે 40-40 ખકઉના સી.ઈ.ટી.પી. પ્લાન્ટનાલોકાર્પણથી પર્યાવરણનું સાચા અર્થમાં રક્ષણ થશે. તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારાગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની ઉદ્યોગલક્ષી વિવિધ યોજનાઓના ઈ-લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર ખાતેથી જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી GIDCની ઉદ્યોગલક્ષી વિવિધ યોજનાઓનું ઈ-લોકાર્પણ કરવામાંઆવ્યું હતું. જેમાં દહેજ ખાતે રૂપિયા 247 કરોડના ખર્ચે અને સાયખાના વસાહતો ખાતે રૂપિયા 230 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ40-40 એમ.એલ.ડી. ક્ષમતાના બે સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન્ટનુું ઈ-લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત મોરબી જિલ્લાના ટંકારાતાલુકાના છત્તર-મીતાણા ખાતે સ્થાપવામાં આવેલા ઔદ્યોગિક વસાહતમાં 127 પ્લોટ ફાળવણીનો ઓનલાઈન ડ્રો તેમજ ખોરજ GIDCખાતે મે. ડાઈસેલ સેફ્ટી સિસ્ટમ્સ ઇન્ડિયા પ્રા. લિ.ને પ્લોટ ફાળવણી પત્ર સુપરત કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર અને ગુજરાત સરકારની ઉદ્યોગલક્ષી નીતિને પરિણામે ગત વર્ષે ગુજરાતમાં FDIમાં 240 ટકાનો વધારો નોંધાયો છે. એટલે સમગ્રદેશમાં 80 ટકામાં ગુજરાત જ્યારે 20 ટકામાં અન્ય રાજ્યોમાં. રોકાણના બેસ્ટ ડેસ્ટિનેશનને કારણે ગુજરાતમાં બે-રોજગારીનો દર માત્ર3.25 ટકા છે. જે અન્ય રાજ્યો કરતાં સૌથી ઓછો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં GIDCના 90 ટકા નહીં પણ 100 ટકા પ્રશ્નોના હકારાત્મક ઉકેલ લાવવા રાજ્ય સરકાર તૈયાર છે. GIDCના વિકાસ માટેની તમામ બોટલ નેક અમે ખોલી નાખી છે. હજી પણ GIDCના વિકાસ માટેની તમામ અડચણો દૂર કરવામાં આવશે.
GIDCના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂતે આ ઈ-લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિક અને ઋઈંઅના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા, વટવા એસોસિએશનના પૂર્વપ્રમુખ શંકરભાઈ પટેલ તેમજ અંકલેશ્વર વસાહતના શુભા પિગમેન્ટ પ્રા. લિ.ના કે.વત્સન દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ એમ. કે. દાસ, જી.આઈ.ડી.સીના એમ. ડી. એમ. થેન્નારસન સહિત વિવિધ જિલ્લાઓમાં GIDCના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement