પક્ષાંતર ધારા મુજબ ન્યાય ન મળતાં ગાંધીનગર સચિવાલય પાસે દેખાવ

13 July 2020 05:52 PM
Ahmedabad Gujarat
  • પક્ષાંતર ધારા મુજબ ન્યાય ન મળતાં ગાંધીનગર સચિવાલય પાસે દેખાવ

પ્રતિબંધીત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરતાં મહેસાણા નગરપાલિકાના પાંચ નગરસેવકોની અટકાયત

ગાંધીનગર તા.13
ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી પક્ષાંતર ધારા મુજબ નગરપાલિકાના પૂર્વ નગરસેવકોના કેસમાં ન્યાય નહીં મળવાના કારણે મહેસાણા નગરપાલિકાના 5 નગર સેવકો એ પ્રતિબંધિત વિસ્તારમાં દેખાવો કરતાં તેમની અટકાયત કરવામાં આવી હતી.

આ અંગે માહિતી આપતા મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપ સિંહ ડાભી એ જણાવ્યું હતું કે પક્ષાંતર ધારા હેઠળ ચાલતી મહેસાણા ની નગરપાલિકામાં હજુ સુધી ન્યાય મળ્યો નથી તેના વિરુદ્ધમાં આજે ધરણા કરવા આવ્યા હતા . જોકે આ ઘટનાક્રમમાં 16/12/2018 ના રોજ કેસ પણ દાખલ કર્યો છે. જેમાં સંપૂર્ણ પુરાવા આપ્યા હોવા છતાં પણ રાજકીય હાથો બનાવીને વારંવાર કોંગ્રેસ પક્ષના વિહીપનો અનાદર કરનાર પાંચેય નગરસેવકો વિરુદ્ધ તેમની કચેરીમાં 4-4 કેસ દાખલ હોવા છતાં પણ નિર્ણય નહી આવતાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી વિરોધ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

જેમાં મહેસાણા નગર પાલિકા પૂર્વ પ્રમુખ જયદીપસિંહ એન. ડાભી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી, અમિત વિષ્ણુભાઈ પટેલ, મહેશભાઈ ચૌહાણ અને ભૌતિક વી.ભટ્ટ રાષ્ટ્રધ્વજ સાથે ધરણા પર બેસવાના હતા. પરંતુ આ કાર્યક્રમની અગાઉથી જાણ કરવામાં આવી હોવાના કારણે ગાંધીનગર સેક્ટર 7 પોલીસે ગેટ નંબર 1 સચિવાલય ની નજીકમાંથી પાંચેય નગરસેવકોની ધરણા આયોજિત કરે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી


Related News

Loading...
Advertisement