સૌરાષ્ટ્રમાં વધુ નવા 38 પોઝીટીવ કેસ; 3નાં મોત

13 July 2020 05:30 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં વધુ નવા 38 પોઝીટીવ કેસ; 3નાં મોત

જામનગરમાં આરોગ્ય કમિશ્નરની મુલાકાત વેળાએ વધુ 7 નવા કેસ: રાજકોટ શહેરરી વિસ્તારમાં 18 અને ગ્રામ્યમાં 10, બોટાદ-મોરબીમાં 1-1 કેસ પોઝીટીવ

રાજકોટ તા.13
સમગ્ર રાજયની સાથે સૌરાષ્ટ્રભરમાં લોકડાઉન બાદ અનલોક-2માં કોરોના વાયરસ સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. અનલોક-1ની સરખામણીએ અનલોક-2માં કોરોના સંક્રમણમાં બ્રેક લાગી નથી. આમ તો આંતરરાજયની છુટછાટ બાદ સુરત, અમદાવાદ અને મુંબઈથી સૌરાષ્ટ્રના વતનીઓની વતન વાપસીના લીધે સંક્રમણમાં વધારો આજે શહેરી વિસ્તાર સાથે ગ્રામ્યકક્ષાએ કોરોનાનો ચેપ ઝડપભેર પ્રસરી રહ્યો છે.

સાથે કોરોના વાયરસની તબીબી સેવા આપતા તબીબો-નર્સીંગ સ્ટાફ પણ આ રોગની ઝપટમાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લા સહીત સૌરાષ્ટ્રના જુદા-જુદા જીલ્લાઓમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારા સાથે મૃત્યુઆંકમાં ચિંતાજનક રીતે વધારોથઈ રહ્યો છે. રાજકોટ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લામાં કેસોનો રાફડો ફાટી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે વધુ નવા 38 કેસ નોંધાયા છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોર સુધીમાં નવા કેસોમાં જેતપુર 3, જામકડોરણા 1, ગોંડલ 1, જસદણ 2, ઉપલેટા 2, ધોરાજી 1 મળી કુલ 10 પોઝીટીવ કેસો નોંધાયા છે.

રાજકોટ સિવિલ હોસ્પીટલમાં કોરોનાગ્રસ્ત ત્રણ દર્દીઓના મોત થયા છે. જેમાં બે રાજકોટ શહેરી વિસ્તાર 1 બોટાદના રાણપુર મહીલા દર્દીનું મોત નોંધાયું છે.
બોટાદ જીલ્લામાં આજે સવારથી બપોર સુધીમાં રાણપુર ગામની 58 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટ દવાખાને ખસેડાયેલ છે જયારે બરવાળા ગામની 20 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝીટીવ આવતા સાળંગપુર હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

મોરબી જિલ્લામાં આજે 83 વર્ષના પુરુષ સરોવર પ્લોટ જૂના બસસ્ટેન્ડ પાસે મોરબીનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જામનગર જિલ્લામાં દિન પ્રતિદિન પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. જામનગરમાં આજે આરોગ્ય કમિશ્નરની મુલાકાત વેળાએ વધુ 7 નવા પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.

જામજોધપુર તાલુકાનાં વસંતપુર ગામના 90 વર્ષના વૃદ્ધાને પોઝીટીવ, ધ્રોલના હુસેના અહેમદ અજમેરી (ઉ.વ.58) રાજવી સોસાયટી, જામનગર પટેલ કોલોની શૈલેષભાઈ શાંતિલાલ કાનાબાર (ઉ.વ.55) મહેશભાઈ જીતુભાઈ બાંભણીયા (ઉ.વ.37) ઉપરાંત શહેરી વિસ્તારના 28 વર્ષીય પુરુષ હરેશભાઈ સોની નાનકપુરી જામનગર, 85 વર્ષીય જુલેબાબેન મામદભાઈ દાલુમ મણીયાર શેરી, જામનગર, 90 વર્ષીય શાકરબેન વિઠ્ઠલભાઈ ભાલોડીયા ગામ વસંતપુર તા.જામજોધપુરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જામનગર હેરી વિસ્તારનો કુલ આંક 256 ઉપર પહોંચ્યો છે.


Related News

Loading...
Advertisement