સિવિલમાં વધુ 140 કોરોના બેડ : સમરસ-કોમ્યુનિટી હોલમાં 1020 પથારીનું કેર સેન્ટર

13 July 2020 05:10 PM
Rajkot Saurashtra
  • સિવિલમાં વધુ 140 કોરોના બેડ : સમરસ-કોમ્યુનિટી હોલમાં 1020 પથારીનું કેર સેન્ટર
  • સિવિલમાં વધુ 140 કોરોના બેડ : સમરસ-કોમ્યુનિટી હોલમાં 1020 પથારીનું કેર સેન્ટર

રાજકોટમાં કોરોનાના વધતા જતા કેસોને લઇ ચિંતા : વધુ સગવડતા ઉભી કરવા દોડધામ : રાજય સરકારના ખાસ ફરજ પરના અધિકારી-તત્કાલીક કલેકટર ડો.રાહુલ ગુપ્તાના ધામા : કોરોના હોસ્પિટલ કેર સેન્ટર શરૂ કરવા કવાયત

રાજકોટ તા.13
રાજકોટ શહેર-જિલ્લામાં કોરોના પોઝીટીવના વધતા જતા કેસોને લઇ દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં હાલના 260 બેડની સગવડતામાં વધારો કરી નવી સિવિલમાં 40 તેમજ જુની સિવિલના વોર્ડ નં.7 અને 11માં વધુ 100 બેડ અને 140 બેડ વધારવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હવે 400 બેડની સુવિધા શરૂ થઇ છે. સિવિલમાં કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓને દાખલ કરી બે-ત્રણ દિવસ બાદ આવા દર્દીને સરકારે નક્કી કરેલી નવી આરોગ્ય ગાઇડ લાઇન અનુસાર કોવીડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવશે.

નવા સરકારી કોવીડ કેર સેન્ટરમાં હવે રાજકોટ શહેરની સમરસ ક્ધયા છાત્રાલયમાં 950 બેડ તથા મનપાના મોરબી રોડ પર આવેલા કોમ્યુનિટી હોલમાં વધુ 70 બેડ શરૂ કરવામાં આવતા હવે રાજકોટમાં કોવીડ કેર સેન્ટરમાં બેડની સંખ્યા 1020 ઉપરાંત ગેરૈયા હોસ્પિટલમાં 150 મળી 1170 જેવી અંદાજે ફાઇનલ કરવામાં આવી છે. તેવુ રાજય સરકારે કોરોના સંદર્ભે ખાસ ફરજમાં રાજકોટ મુકેલા અને તત્કાલીન કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું. રાજકોટમાં કોરોનાના વધતા જતા કેસોને લઇ સરકારે આરોગ્ય સચિવ જયંતિ રવિને દોડાવ્યા છે. જયંતિ રવિ જામનગરની મુલાકાત બાદ બપોર પછી રાજકોટ આવી ચર્ચા કરે તેવી શકયતા છે.

રાજકોટમાં કોરોના પોઝીટીવના વધતા જતા કેસોને લઇ રાજય સરકારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મફતમાં સારવાર મળે તેવા હેતુથી હાલમાં સિવિલ હોસ્પિટલમાં 260 બેડની સુવિધા છે તેમા વધારો કરી નવી સિવિલના ઓપીટી વિભાગ પાસે વધારાના 40 બેડ તથા જુની સિવિલના વોર્ડ નં.7 અને 11માં 100 બેડની સુવિધાઓ શરૂ કરતા હવે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 400 પથારીની સગવડતા કરવામાં આવી છે. કોરોના પોઝીટીવ દર્દીઓને સિવિલના બદલે ખાનગી હોસ્પિટલમાં નાણા ખર્ચીને સારવાર લેવી હોય તો જિલ્લા કલેકટર તંત્રએ આઠ ખાનગી હોસ્પિટલોને કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે 250 બેડની મંજુરીઓ આપી છે.

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓને હળવા લક્ષણો હોય તો બે દિવસ સિવિલમાં સારવાર આપી કોવીડ કેર સેન્ટરમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ અગાઉ ગેરૈયા હોસ્પિટલમાં 150 બેડની સગવડતા કોવીડ કેર સેન્ટર તરીકે શરૂ કરવા મંજૂરી અપાઇ છે. તેમા વધારો કરી હવે યુનિ. રોડ પર આવેલ સમરસ ક્ધયા હોસ્ટેલમાં 950 બેડ તથા મોરબી રોડ પરના મનપાના કોમ્યુનિટી હોલમાં 75 બેડની સગવડતા શરૂ કરવામાં આવતા કોવીડ કેર સેન્ટરમાં હવે 1020 થી નવી પથારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના પોઝીટીવના કેસો વધે તો કોવીડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવશે. જેમાં તબીબો, પેરા મેડીકલ સ્ટાફ, જમવાની વ્યવસ્થા, આયુષ તબીબો, દવાનો જથ્થો સહિતની તમામ સગવડતાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

દરમ્યાન રાજકોટમાં કોરોના પોઝીટીવના વધતા-જતા કેસોને ઘ્યાને લઇ રાજકોટના કલેકટર અને ઉદ્યોગ કમિશ્નર ડો.રાહુલ ગુપ્તાએ રાજકોટમાં ધામા નાખ્યા છે. ત્યારે સરકારે આજે આરોગ્ય સચિવ જયંતી રવિને જામનગર ખાતે દોડાવ્યા છે. જયંતી રવિ જામનગરની મુલાકાત બાદ આજે બપોર બાદ રાજકોટ આવી જિલ્લાના ટોચના અધિકારીઓ સાથે કોરોના કેસોને લઇ પરિસ્થિતિની ચર્ચા કરનાર હોવાની શકયતા છે.

આરોગ્ય સચિવ જયંતી રવિ સંભવીત રાત્રી રોકાણ રાજકોટ કરે તેવી સંભાવના હોય જિલ્લાના તમામ અધિકારીઓ સતર્ક બની ગયા છે. જયંતી રવિ મોટા ભાગે સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ જિલ્લા કલેકટર કચેરીએ અધિકારીઓ સાથે બેઠક યોજે તેવુ મનાય છે તેવુ ટોચના સૂત્રોએ અંતમાં ઉમેર્યુ હતું.


Related News

Loading...
Advertisement