સૌરાષ્ટ્રનો રણજી ખેલાડી શેલ્ડન જેકસન પુડુચેરી સાથે જોડાયો

13 July 2020 04:18 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રનો રણજી ખેલાડી શેલ્ડન જેકસન પુડુચેરી સાથે જોડાયો

18 વર્ષથી સૌરાષ્ટ્રની ટીમમાં રહેલા આધારસ્થંભ બેટ્સમેનનો ‘નવી ચેલેન્જ’ ઉપાડયાનો દાવો

રાજકોટ,તા. 13
સૌરાષ્ટ્રની રણજી ક્રિકેટ ટીમના આધારસ્તંભ બેટસમેન શેલ્ડન જેકસને આગામી ઘરેલુ સિઝનમાં પોન્ડીચેરી તરફથી રમવાનો નિર્ણય લીધો છે. તે વર્ષોથી સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાયેલો હતો અને છેલ્લા વર્ષોમાં સૌથી વધુ રન સ્કોરર હતો.

સૌરાષ્ટ્રની ટીમમાં આધારસ્તંભ ખેલાડી તરીકે ગણાતા 33 વર્ષિય શેલ્ડન જેકશને ગત રણજી સિઝનમાં ત્રણ સદી તથા ત્રણ ફિફટી સાથે 50.56ની સરેરાશથી 809 રન બનાવ્યા હતાં.

શેલ્ડન જેકશને કહ્યું હતું કે કેટલાક પ્રોફેશ્નલ પડકારોનો સામનો કરવાનો આ યોગ્ય મોકો છે. 18 વર્ષથી સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાયેલો હતો જે દરમિયાન 2007 વર્ષમાં વિજય હઝારે ટ્રોફી તથા ગત વર્ષે રણજી ચેમ્પીયનનું બીરુદ મેળવ્યુંહતું. નવી ચેલેન્જ ઉપાડવા પોન્ડીચેરી સાથે જોડાવાનું નક્કી કર્યું છે.

શેલ્ડને કહ્યું કે પ્રોફેશનલ ખેલાડી તરીકે લાગણીને કોઇ સ્થાન નથી.સૌરાષ્ટ્રની ટીમ સાથેનો નાતો યાદગાર છે. નિરંજન શાહ, જયદેવ શાહ, હિમાંશુ શાહ સહિતના શાહ પરિવારે સમગ્ર કારકિર્દી ઘડતરમાં મોટુ યોગદાન આપ્યું છે. અને તેમના થકી જ અત્યારના સ્ટેજ પર છે. ચેમ્પીયન બનવાની યાદગાર પણો ક્યારેય નહીં ભુલી સકું. સમગ્ર ટીમના સભ્યોનો જબરદસ્ત સહકાર મળ્યો છે. પરંતુ પ્રોફેશનલ નિર્ણયમાં લાગણીઓને બાજુ પર મુકવી પડી છે.

તેઓએ સ્પષ્ટ કર્યું કે સૌરાષ્ટ્ર સાથેનો નાતો સંપૂર્ણ ખત્મ થતો નથી. નવી ચેલેન્જ કેટલીહદે ઉપાડી શકીશ તે સવાલ છે છતાં તે વિશે ઉત્તેજના છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે કહ્યું કે શેલ્ડન માટે દરવાજા કાયમ ખુલ્લા જ રહેશે. રણજી ટાઈટલ જીત્યા બાદ તે નવી ચેલેન્જ ઉપાડવા માંગતો હતો એટલે રોકવાનો સવાલ નથી.


Related News

Loading...
Advertisement