રોહિત શેટ્ટીએ મુંબઇ પોલીસ માટે ફાળવી 11 હોટેલ

13 July 2020 02:26 PM
Entertainment
  • રોહિત શેટ્ટીએ મુંબઇ પોલીસ માટે ફાળવી 11 હોટેલ

મુંબઇ : ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ પોતાની ઉદારતાનું ઉદાહરણ પુરું પાડતાં મુંબઇ પોલીસ માટે 11 હોટેલો ફાળવી છે. તેણે અગાઉ પણ 8 હોટેલ મુંબઇ પોલીસને આરામ કરવા અને નાસ્તો, લંચ તથા ડિનર માટે ફ્રીમાં ફાળવી હતી. જોકે તેણે હવે અનલિમિટેડ ઓકયુપન્સી સાથે વધુ 11 હોટેલ ફાળવી છે. કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકો પોતાની ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદની મદદ કરી રહયા છે એવામાં રોહિત શેટ્ટીએ દાખવેલી દરિયાદિલીની માહિતી આપતાં ટિવટર પર મુંબઇને પોલીસ કમિશનર પરમબીર સિંહે ટ્વીટ કર્યું હતુ અમે મિસ્ટર રોહિત શેટ્ટીનો આભાર માનીએ છીએ કે જયારથી કોરોનાનો કેર શરૂ થયો છે ત્યારથી તેઓ ખાખી વર્દીવાળાં મહિલાઓ અને પુરુષોને સતત સપોર્ટ કરી રહયા છે. મિસ્ટર શેટ્ટીએ મુંબઇમાં ઓન ડયુટી કર્મચારીઓ માટે અનલિમિટેડ ઓકયુપન્સી સાથે 11 હોટેલો ફાળવી આપી છે.


Related News

Loading...
Advertisement