અમિતાભ બચ્ચનને કોરોના થતાં ધર્મેન્દ્રએ કહ્યું...મારો નાનોભાઇ ઘણો બહાદુર છે

13 July 2020 02:25 PM
Entertainment
  • અમિતાભ બચ્ચનને કોરોના થતાં ધર્મેન્દ્રએ કહ્યું...મારો નાનોભાઇ ઘણો બહાદુર છે

મુંબઇ : અમિતાભ બચ્ચનને કોરોના થતાં તમામ લોકોની જેમ ધર્મેન્દ્રએ પણ ચિંતા વ્યકત કરી છે. તેમણે અમિતાભ બચ્ચનને નાના ભાઇ જણાવતાં કહ્યું છે કે તેમનો નાનો ભાઇ બહાદુર છે અને જલદી સ્વસ્થ થઇ જશે. અમિતાભ બચ્ચન અને ધર્મન્દ્રએ ‘શોલ’, ‘ચૂપકે ચૂપકે’ અને ‘રામ બલરામ’માં સાથે કામ કર્યુ હતું.

અમિતાભ બચ્ચને પોતે જ કોરોના થયો હોવાની માહિતી ટવીટર પર આપી હતી. ત્યારબાદથી સૌ કોઇએ ચિંતીત બની ગયા છે. એવામાં ટવીટર પર ધર્મેન્દ્રએ ટવીટ કર્યુ હતું કે ‘અમિત, જલદીથી સ્વસ્થ થઇ જા. મને મારા બહાદુર નાનાભાઇ પર પૂરો ભરોસો છે. તે જલદી જ એકાદ-બે દિવસમાં તંદુરસ્ત થઇ જશે. જયા ચિંતા ન કર. બધુ જ સારૂ થઇ જશે મારી બ્રેવ બેબી, તારી અને ઘરના તમામ લોકોની સંભાળ રાખજે. લવ યુ ઓલ. ટેક કેર’.


Related News

Loading...
Advertisement