બચ્ચન પરિવાર માટે કાશીમાં મહામૃત્યુંજય અનુષ્ઠાન

13 July 2020 02:24 PM
Entertainment
  • બચ્ચન પરિવાર માટે કાશીમાં મહામૃત્યુંજય અનુષ્ઠાન

મુંબઇ તા. 13: બોલિવુડનાં જાણીતા અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર-પુત્રવધુ અને પૌત્રીને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાની જાણ થતાં જ તેમનાં ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

તો બચ્ચન પરિવાર જલ્દીથી રિકવર થાય તે માટે કાશીમાં મહામૃત્યુંજય જાપ કરવામાં આવી રહયો છે. આ અનુષ્ઠાન 17 દિવસ સુધી ચાલશે. બચ્ચન પરિવાર જલ્દીથી કોરોના મુકત થાય તે માટે રવિવારે સવારે મહામૃત્યુંજય મંદિરમાં સંકલ્પ કરવામાં આવ્યો.

મંત્ર જાપ મંદિરમાં જ કરવામાં આવનાર હતા. પરંતુ સામાન્ય જનતા માટે પ્રવેશ બંધ હોવાથી અનુષ્ઠાન દારાનગરનાં ઋણેશ્ર્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવી રહયો છે.


Related News

Loading...
Advertisement