મા નીતુ કપૂર અને ભાઇ કોરોના પોઝીટીવ હોવાની વાતને ફગાવી દીધી રિઘ્ધિમાએ

13 July 2020 02:22 PM
Entertainment
  • મા નીતુ કપૂર અને ભાઇ કોરોના પોઝીટીવ હોવાની વાતને ફગાવી દીધી રિઘ્ધિમાએ

મુંબઇ : રિઘ્ધિમા કપૂર સાહનીએ એ વાતને રદિયો આપ્યો છે કે તેની મા નીતુ કપૂર, ભાઇ રણબીર કપૂર અને કરણ જોહરને કોરોના થયો છે.

તાજેતરમાં જ એ વાત વહેતી થઇ હતી કે આ બધામાં કોરોના મળી આવ્યો છે. આ તમામ અફવાને ફગાવતાં ઇન્સ્ટાગ્રામ પર રિઘ્ધિમાએ કેપ્શન આપી હતી કે હું અહીં લોકોનું ઘ્યાન દોરવા માંગુ છું. પહેલા આ વાતની ચોક્કસ માહિતી મેળવવી જોઇએ. અમે ફીટ અને સ્વસ્થ છીએ. અફવા ફેલાવવાનું બંધ કરો.


Related News

Loading...
Advertisement