હવે સમજાયું : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વખત જાહેરમાં માસ્ક પહેર્યું

12 July 2020 04:54 PM
World
  • હવે સમજાયું : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વખત જાહેરમાં માસ્ક પહેર્યું

અમેરિકામાં ૩૩.૫૫ લાખથી વધુ કેસ, ૧.૩૫ લાખના મોત થયા છે

ન્યુ યોર્ક : હાલ કોરોના ની મહામારીમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ અમેરિકામાં નોંધાયા છે ત્યારે કોરોનાની મહામારી શરુ થયા બાદ પહેલી જ વખત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોઢા પર માસ્ક પહેરીને નજરે ચઢ્યા. ટ્રમ્પે અમુક મહિનાઓ પહેલા જ સાર્વજનિકરૂપથી માસ્ક પહેરવાથી ઇનકાર કરી દીધો હતો.

શનિવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇજાગ્રસ્ત સૈનિકોને મળવા માટે વોલ્ટર રીડ પહોંચ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું માસ્કની વિરુદ્ધ ક્યારેય નથી રહ્યો, પરંતુ મને લાગે છે કે માસ્ક પહેરવા માટે એક સમય અને જગ્યા હોય છે. તેમણે કહ્યું કે, જ્યારે તમે હોસ્પિટલમાં આવ્યા છીએ, વિશેષ રૂપથી એ સમયે જ્યારે તમે બહુ બધા સૈનિકો સાથે વાત કરતા હોવ છે, તો મને લાગે છે કે માસ્ક પહેરવું સારી વાત છે.'

મહત્વનું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ આ પહેલા રેલીઓ અને અન્ય સાર્વજનિક કાર્યક્રમોમાં ક્યારેય પણ ફેસ માસ્ક પહેરીને જોવા નથી મળ્યા. હાલ અમેરિકામાં ૩૩.૫૫ લાખથી વધુ કેસ, ૧.૩૫ લાખના મોત થયા છે

Related News

Loading...
Advertisement