બોલિવુડ અભિનેતા અનુપમ ખેરના માતા અને ભાઈ સહિત પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ

12 July 2020 04:43 PM
Entertainment India
  • બોલિવુડ અભિનેતા અનુપમ ખેરના માતા અને ભાઈ સહિત પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ

મુંબઈ:
બોલિવુડના અભિનેતા અનુપમ ખેરના માતા અને ભાઈ સહિત પરિવારના 4 સભ્યોને કોરોના થયાની માહિતી મળી રહી છે. આ અંગે અનુપમ ખેરે વીડિયો શેર કર્યો હતો.

ગઈકાલે બોલિવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના થયા હોવાનું સામે આવ્યા બાદ આજે રવિવારે અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં વીડિયોના માધ્યમથી જણાવ્યું હતુ કે, તેમની માતા દુલારી કોરોના, ભાઈ રાજીવ, ભાભી તથા ભત્રીજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમની માતા દુલારીને હાલમાં કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના ભાઈ તથા તેનો પરિવાર હોમ ક્વોરન્ટાઈન થયા છે.


મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે : અનુપમ

અનુપમ ખેરે વીડિયોમાં કહ્યું હતું કે, '-મારા માતાને ભૂખ બરોબર લાગતી નહોતી. જેથી અમે તેમનો બ્લડ ટેસ્ટ કરાવ્યો, જેમાં કંઈ આવ્યું નહિ. ત્યારબાદ CT સ્કેન કરાવતા તેમને કોરોનાના હળવા લક્ષણો હોવાની જાણ થઈ હતી. અમે તેમની સાથે રહીએ છીએ જેથી મારા ભાઈ રાજીવ તથા મારો CT સ્કેન કરાવ્યો. રિપોર્ટમાં મારો ભાઈ રાજીવ કોવિડ 19 પોઝિટિવ છે અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજીવની પત્ની તથા દીકરીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે. BMCને જાણ કરી દીધી છે. મારા માતા કોકોલાબેન હોસ્પિટલમાં એડમિટ છે.' આ સાથે ખેરે હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો.


Related News

Loading...
Advertisement